Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 141
________________ ૧૩૮ પરાષ્ટિની સઝાય યમ કહેવાય છે અને સ્વસદશ ગુણનું બીજામાં આપાદાન કરવાના સામર્થ્યથી પરિપૂર્ણ એ પ્રવૃત્તિને સિદ્ધિયમ કહેવાય છે. આ વિષયમાં આથી વિશેષ જાણવાની ઈચ્છાવાળાઓએ “યોગવિંશિકા-એક પરિશીલન'માં જોવું. ઉપર જણાવ્યા મુજબ આ ગ્રંથની રચના કુળયોગી કે પ્રવૃત્તચક્યોગીને જે કારણે હિતકારિણી બને છે તેને જણાવતાં ફરમાવ્યું છે કેકુળયોગી ને પ્રવૃત્તચકને, શ્રવણશુદ્ધિ પક્ષપાત, યોગદષ્ટિ ગ્રંથ હિત હોવે, તેણે કહી એ વાત; શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહમાં અંતર કેતોજી ? ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતો. દા. આશય એ છે કે-યોગગ્રંથના ઉચિતશ્રવણના કારણે અને યોગની વિશુદ્ધ-ઈચ્છાદિ સ્વરૂપ પક્ષપાતના કારણે કુળયોગી અને પ્રવૃત્તચક્રયોગીઓને હિતની પ્રાપ્તિ થતી હોવાથી ઉપર જણાવ્યા મુજબ તેમના હિત માટે આ યોગની વાત કરી છે. યોગગ્રંથના શ્રવણના પક્ષપાતમાત્રથી કુળયોગી વગેરેને ઉપકાર શી રીતે થાય? આવી શંકાના સમાધાન માટે ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે કે-શુદ્ધભાવ એટલે ક્રિયારહિત શુદ્ધભાવ અને ભાવ વિનાની ક્રિયા-આ બેમાં કેટલું અંતર છે ? આ પ્રશ્નના જવાબરૂપે ફરમાવ્યું છે કે ઝળહળતા સૂર્યના અને ખજવાના તેજમાં જેટલું અંતર છે તેટલું અંતર છે. આશય એ છે કે તાત્વિક ભાવશૂન્ય ક્રિયા એ ખજવાના તેજ જેવી છે અને ક્રિયાશૂન્ય તાત્ત્વિકભાવ એ સૂર્યના તેજ જેવો છે. આથી સમજી શકાશે કે કુળયોગીને અને પ્રવૃત્તચક્યોગીઓને કઈ રીતે યોગના ગ્રંથો ઉપકારક બને છે. ભાવશૂન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146