Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 140
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૩૭ પ્રથમ ઉપાય છે, જે અંતે તત્ત્વાભિનિવેશમાં પરિણમે છે. યોગના સ્વરૂપદિને આ રીતે આઠ ગુણો વડે જાણ્યા પછી યોગના પ્રથમ અંગ સ્વરૂપ “યમને પ્રાપ્ત કરતાંની સાથે યોગનું ચક્ર પ્રવૃત્ત બને છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ યમ, ચાર પ્રકારના છે. એમાંથી ઈચ્છાયમ અને પ્રવૃત્તિ અને પ્રામ કરવાપૂર્વક સ્થિરયમ અને સિદ્ધિયમની અભિલાષાને ધરનારા પ્રવૃત્તચક્યોગીઓ હોય છે. આવા યોગીઓને પ્રથમ અવંચક્યોગની પ્રાપ્તિ થયેલી હોવાથી બીજા અને ત્રીજા અવંચક્યોગના અર્થી એવા તેઓ યોગ-પ્રવૃત્તિના અધિકારી છે. યોગાવંચક, યિાવંચક અને ફલાવંચક ભેદથી અવંચક્યોગ ત્રણ પ્રકારનો છે. (જુઓ મિત્રાદષ્ટિમાં ગાથા નં. ૧૨) પાંચમી ગાથાના ઉત્તરાર્ધથી અહિંસાદિ દરેક યમના ચાર ભેદનું વર્ણન કરાયું છે. ઈચ્છાસ્વરૂપ અહિંસા, પ્રવૃત્તિસ્વરૂપ અહિંસા, સ્થિર સ્વરૂપ અહિંસા અને સિદ્ધિસ્વરૂપ અહિંસા. આવી જ રીતે સત્ય, અસ્તેય વગેરે યમના પણ ઈચ્છાદિભેદો સમજી લેવા. ઈચ્છાદિ ચાર પ્રકારના યોગોનું વર્ણન ‘યોગવિંશિકા વગેરેમાં વિસ્તારથી કર્યું છે. પાંચમી ગાથાની છેલ્લી શુદ્ધ રુચે...” આ એક જ પંક્તિથી ગ્રંથકાર પરમર્ષિએ ખૂબ જ સરસ રીતે ઈચ્છાદિયોગોનું વર્ણન કર્યું છે. શુદ્ધ રુચિ, પ્રવૃત્તિ-પાલન, અતિચારવર્જન અને ફળ-પરિણમન અનુક્રમે ઈચ્છાદિયોગોનું તે સ્વરૂપ છે. અહિંસાદિ યમ અને તવંતોની કથાના વિષયમાં જે પ્રીતિ, તે પ્રીતિપૂર્વક અહિંસાદિને પ્રાપ્ત કરવાની નિરાશસ ઈચ્છાને ઈચ્છાયમ કહેવાય છે. વિષય-કષાયના ઉપશમથી યુક્ત અહિંસાદિની પ્રવૃત્તિને પ્રવૃત્તિયમ કહેવાય છે. અભ્યસ્ત પ્રવૃત્તિના કારણે સ્વભાવથી જ થતી અતિચારાદિ દોષથી રહિત પ્રવૃત્તિને સ્થિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146