Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 142
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૩૯ ક્રિયા અને ક્રિયાશૂન્ય ભાવ : એ બેના ફરકને દરેકે દરેક મુમુક્ષુઓએ ખ્યાલમાં લેવો જોઈએ. માર્ગના પ્રરૂપકોએ પણ એ ફરક સ્પષ્ટ રીતે મુમુક્ષુઓને સમજાવવો જોઈએ. સૂર્યના તેજ જેવા તાત્વિક પક્ષપાતવાળા જીવો જ અહીં અધિકારી છે. માત્ર દેવ, ગુરુ કે ધર્મના નામથી તત્ત્વને માનનારા વસ્તુતઃ યોગમાર્ગના અધિકારી નથી. સુદેવ, સુગુરુ કે સદ્ધર્મના આગ્રહી ન હોય અને દેવમાત્રને સુદેવ, ગુરુમાત્રને સુગુરુ અને ધર્મમાત્રને સધર્મ માને એવાઓને યોગમાર્ગનું પ્રદાન અહિતકર બને છે. આરાધક અજ્ઞાની હોઈ શકે પરંતુ આગ્રહી ન હોવો જોઈએ. તત્ત્વના પક્ષપાતી આરાધકો અજ્ઞાનને વહેલા-મોડા ગમે ત્યારે પણ દૂર કરી તત્ત્વ પામી શકે. પણ આગ્રહી, આગ્રહની વિદ્યમાનતામાં તત્ત્વ ન પામે. યોગમાર્ગ એકાંતે સુંદર છે. ગમે તેને તેનું પ્રદાન કરીએ તો અંશતઃ પણ લાભ જ થવાનો છે; તો તેના પ્રદાનમાં યોગ્યાયોગ્યની વિચારણા કરવાનું વ્યર્થ છે-આનું નિરાકરણ કરતાં જણાવે છે કેગુહાભાવ એ તેને કહીએ, જે હશું અંતર ભાંજે છે, જેહશું ચિત્ત પટન્તર હોવે, તેહશું ગુહ્ય ન છાજે; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતો, ખમશે તે પંડિત-૫રષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોજી. શા આશય એ છે કે યોગશાસ્ત્રનાં રહસ્ય, એવા મુમુક્ષુ આત્માઓને કહેવાં જોઈએ કે જેમની વચ્ચેનું અંતર દૂર થયું હોય; જેમના ચિત્ત ઉપર આવરણ હોય તેવાઓને શાસ્ત્રનાં રહસ્ય કહેવાનું યોગ્ય નથી. વસ્તુ એકાંતે સારી છે માટે યોગ્ય કે અયોગ્યનો વિવેક કર્યા વિના જ સર્વ સામાન્ય મોટી વાતો કહેવાનું કામ જેઓ કરશે તેમને પંડિતોની સભામાં મુષ્ટિપ્રહાર અને લાતો સહન કરવાનો પ્રસંગ આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146