Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 122
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૯ સ્થિર બને છે... ઈત્યાદિ વસ્તુ યોગના જ્ઞાતાઓ પાસેથી સારી રીતે સમજી લેવી જોઈએ. સર્વવિરતિના પાવન અવસરે યોગીઓને ધ્યાન વિના ચાલે નહિ. ચિત્તની સ્થિરતા માટે મુનિભગવંતોએ ધ્યાન પ્રિય બનાવવું જ રહ્યું. સાતમી દષ્ટિમાં એ સ્થિતિ સ્વાભાવિક છે. પ્રખર તેજસ્વી બોધપ્રકર્ષથી આ દષ્ટિમાં ધ્યાન નિરંતર હોય છે. સાધકને બાહ્યભાવથી વિમુખ બનાવીને આત્યંતર શુભ ધારણામાં સ્થિર કરવાનું કાર્ય એકમાત્ર ધ્યાનનું છે. પરંતુ તકલીફ એક જ છે કે એ ધ્યાનને પ્રાપ્ત કરવા માટે કે ટકાવવા માટે પુષ્કળ જ્ઞાન જોઈએ. સાતમી દષ્ટિના સ્વામી ગણાતા મુમુક્ષુએ એ માટે ખૂબ જ ચીવટથી પ્રયત્ન કરી લેવો જોઈએ. એ તરફની અરુચિ, અનાદર કે પ્રમાદાદિ ખરેખર જ મુમુક્ષુપણાનાં લક્ષણ નથી. જ્ઞાનના કારણે જે સ્થિરતા પ્રાપ્ત થાય છે, તે સ્થિરતા ખૂબ જ દઢ હોય છે, તે ધ્યાનનું પ્રબળ કારણ છે. આવા વિશિષ્ટ ધ્યાનના પ્રભાવે યોગના આઠ ગુણોમાંથી સાતમા ‘તત્તપ્રતિપત્તિ સ્વરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. આ આમ જ છે આવા પ્રકારના દઢ નિર્ણયને તત્ત્વપ્રતિપત્તિ કહેવાય છે. તત્ત્વમીમાંસાના કારણે જ્ઞાનના વિષયનો દઢ નિર્ણય થવાથી તે તે વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કારણ એ જ્ઞાન બનતું હોય છે. જ્ઞાન, શ્રદ્ધા અને પ્રવૃત્તિ આ ત્રણનો સંવાદ એ જ વસ્તુતઃ તત્ત્વપ્રતિપત્તિ છે. એ ત્રણનો સમુદાય આ દષ્ટિમાં પહેલી વાર દેખાય છે. અનદિકાળથી જ્ઞાનાદિ ત્રણનો સમાગમ થતો ન હતો તે અહીં થાય છે. એટલે મુમુક્ષુને સહજ રીતે જ તે ત્રણના વિષયમાં આદરાતિશય પ્રગટે છે. એ આદરના કારણે મુમુક્ષુ આત્મા શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ અખંડિતપણે અનુષ્ઠાન કરવા સમર્થ બને છે. તેથી તે તે અનુષ્ઠાનમાં કોઈ પણ જાતની ખલના-ક્ષતિ રહેતી નથી. એવા પ્રકારની સ્પલના સ્વરૂપ Jain Education International mational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146