Book Title: Yogadrushti Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 120
________________ યોગદષ્ટિ-એક પરિશીલન ૧૧૭ તાદશ કર્મક્ષયમાં સહાયભૂત જ બને છે. ધર્મપ્રવૃત્તિમાં એ વ્યાઘાત નથી પહોંચાડતી. સામાન્ય રીતે સ્થિરાદષ્ટિમાં પણ ભાગને તત્ત્વ નહિ માનવા માટે જ્ઞાન પૂરતું હતું. પરંતુ ત્યાં પ્રમાદનું જોર વધારે હતું. જ્યારે અહીં કાન્તાદષ્ટિમાં એવું પ્રમાદનું જોર હોતું નથી. કારણ કે ધારણાના કારણે પ્રાપ્ત થયેલા જ્ઞાનોત્કર્ષથી પ્રમાદ ખૂબ જ નિર્બળ બને છે. આથી જ આવી અવસ્થામાં ગૃહસ્થોને આ દષ્ટિમાં ઉપચારથી સાધુતાની પ્રાપ્તિ થાય છે. પરંતુ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી સંયમસ્થાનની (અધ્યવસાયની) પ્રાપ્તિ ન થવા છતાં સહેજ પણ સંયમનો વિરોધી પરિણામ હોતો નથી-એવું અન્યત્ર વર્ણવેલું છે. એ આશયથી જ છેલ્લી ગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે આવી અવસ્થાના કારણે આ દષ્ટિમાં સાધક ભવસાગરથી તરે છે અને ઉત્તમ કોટિનો યશ જ્યાં છે એવા મોક્ષ-સંયોગને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવ્યા મુજબ છઠ્ઠી દષ્ટિનું મહત્ત્વ સાધુધર્મની પરિભાવનાના કારણે છે-એ સમજી શકાય છે. સાધુધર્મની પરિભાવના સંસારયાત્રાની અંતિમ અવસ્થાની પૂર્વતૈયારી સ્વરૂપ છે. અનાદિકાળના આપણા ભવભ્રમણનો જાણે અંત આવી રહ્યો છે એવું અહીં લાગવા માંડે છે. ભવભ્રમણના ઉચ્છેદ માટે આરંભાયેલી સાધનાનો પોણો ભાગ પૂરો થયો છે માત્ર પા ભાગની સાધના અવશિષ્ટ રહી છેએવું જણાય એટલે ઉત્સાહ, આનંદ અને પ્રયત્નની કોઈ અવધિ અહીં ન રહે-એ સહજ છે. અને સાધુધર્મની પરિભાવનાથી ભાવિત બની એવા ઉત્સાહાદિના આપણે સૌ ભાજન બની રહીએ-એ જ એક અભ્યર્થના.... વાલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146