Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 5
________________ Goooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo પ્રસ્તાવના બુઠ્ઠી થઈ ગયેલી છરીથી શાક સમારી શકાતું નથી. તો હવે શું કરવું? એને તીક્ષ્ણ કરાનારા સાધન રૂ૫ શરાણ ઉપર એ છરીને ચડાવીને તીક્ષ્ણ કરવી પડે. તીક્ષ્ણ બનેલી એ છરી પછી શાક સમારવામાં અતિશય ઉપયોગી બને. અને એનાથી તૈયાર થયેલ ભોજન જાતે ય વાપરીને પેટ ભરી શકાય અને બીજાને ય વપરાવીને ઉપકાર કરી શકાય. સંયમીઓની પ્રજ્ઞા માત્ર સ્વચ્છ જ હોય એ કરતાં તીક્ષ્ણ પણ હોય તો ખૂબ જ ઉપયોગી બને. તીક્ષ્ણ પ્રજ્ઞાથી શાસ્ત્રોની એક-એક પંક્તિમાંથી અણમોલ પદાર્થોને શોધી શકે. તાત્પર્યને પકડી શકે. પણ જો પ્રજ્ઞા સ્થલ હોય તો માત્ર શાસ્ત્રો વાંચી શકે એ મહાસાગરની અંદર પડેલા રહસ્યોને - રત્નોને ન પામી શકે. તો સંયમીઓની સ્થલ પ્રજ્ઞાને તીક્ષ્ય બનાવવા શું કરવું ? એ બુઠ્ઠી છરી જેવી પ્રજ્ઞાને તીક્ષ્ણતમ બનાવનાર કોઈ શરાણ છે ? એનો ઉત્તર છે “હા'. (નવ્ય) ન્યાય એ સ્થૂલ પ્રજ્ઞાને ધારદાર બનાવવા માટે અતિશય ઉપયોગી સાધન છે. ન્યાય ગ્રન્થોમાં પંક્તિઓ પણ અઘરી અને પદાર્થો પણ અતિસૂક્ષ્મ ! એક-એક શબ્દ ઉપર ઘણી-ઘણી વિશાળ ચર્ચાઓ થાય. એ વિસ્તારમાં એક પણ શબ્દ નકામો, વધારાનો લખેલો જોવા ન મળે. એક એક શબ્દની કિંમત ત્યાં આંકવામાં આવે. પ્રત્યેક પંક્તિઓ આગળ-પાછળની પંક્તિઓ સાથે ચોક્કસ સંબંધ ધરાવનારી હોય. ભણનારાઓ જો અડધી-પા મિનિટ પણ બે-ધ્યાન બને તો આખો પદાર્થ હાથમાંથી જતો રહે. ફરી મહેનત કરવી પડે એટલી બધી એકાગ્રતા ત્યાં જોઈએ. વિદ્યાર્થી અને અધ્યાપકના માથાઓ દુઃખવા માંડે એટલો બધો સખત માનસિક પરિશ્રમ પણ પડે. માટે જ ન્યાયગ્રંથો ભણાવનારાઓ આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલા માંડ મળે છે. એમાં ય ઉપર-ઉપરના (વ્યાપ્તિપંચકાદિ) ગ્રન્થો ભણાવનારાઓને નો શોધવા જવું પડે. આ તો જે આ ભણશે એને જ અનુભવ થશે કે ઉપરની વાતો કેટલી બધી સાચી છે ? પણ જો આ શરાણ જેવા ન્યાય ગ્રન્થો ઉપર પૂલપ્રજ્ઞા રૂપી બુટ્ટી છરી ચડે અને બરાબર ઉંડાણપૂર્વક ભણવા દ્વારા તીક્ષ્ણ બને તો તો પછી મોટા લાભો મળવા માંડે. એ તીક્ષ્ણ પ્રજ્ઞાનો સ્વામી બનેલો સંયમી પછી જિનાગમો વાંચે, મહોપાધ્યાયજી વગેરે મહાપુરુષોના અદ્વિતીય ગ્રન્થો વાંચે, એક-એક પંક્તિમાંથી અનેક રહસ્યો કાઢે. એનો આનંદ આસમાનને આંબે. હર્ષના આંસુઓ છલકાઈ જવાની પ્રક્રિયા સેંકડો વાર બને. મહાપુરુષો પ્રત્યેના બહુમાનભાવના મોજાઓ છળે. પરિણતિ વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ બનતી જાય. પોતાને મળેલા આ અણમોલ રહસ્યો સેંકડો-હજારો સંયમીઓને, સંઘના સભ્યોને અને છેવટે માર્ગાનુસારીની ભૂમિકાવાળા મિથ્યાત્વીઓને પણ એમની યોગ્યતા અનુસાર આપતો જાય. જે મોક્ષનો માર્ગ પાંચમાં આરામાં સુમસામ જેવો બનવા માંડ્યો છે. જે મોક્ષ માર્ગ ઉપર ચાલનારા મુસાફરો ઘટવા માંડ્યા છે. તે મોક્ષમાર્ગ ઉપર હજારો-લાખો આત્માઓ માત્ર ચાલતા નહિ, પણ દોડતા થઈ જાય. સુમસામ મોક્ષમાર્ગ ભીડથી ધમધમતો બની જાય, તીક્ષ્ણ બનેલી છરીથી શાક સમારીને એ લોકો પોતાના ય પેટ ભરે. અને બીજાના ય ભરે. એમ ન્યાયગ્રન્થોના અભ્યાસથી તીક્ષ્ણ બનેલી પ્રજ્ઞા દ્વારા શાસ્ત્રોના બેનમૂન રહસ્યોને તૈયાર કરીને, પ્રગટ કરીને એ સંયમી પોતે તો મોક્ષમાર્ગ ઉપર પુરપાટ દોડવા જ માંડે. એ સાથે બીજા ય અનેકોને દોડાવવા માંડે. આ વાત અત્યારે તો એકદમ સાચી દેખાઈ રહી છે. પૂજ્યપાદ ન્યાયવિશારદ સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સાહેબે છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાપૂર્વક ન્યાયના ગ્રન્થોનો અભ્યાસ કર્યો. પોતાના શિષ્યપ્રશિષ્યોને કરાવ્યો. એના પ્રતાપે પૂજ્ય આચાર્યદેવ શ્રી જયસુંદરસૂરીશ્વરજી, પૂજ્ય આ. દેવ શ્રી અભયશેખરસૂરીશ્વરજી, પૂજ્ય પંન્યાસ શ્રી પુણ્યરત્નમશોરત્નવિજયજી+પૂજ્ય પંન્યાસ શ્રી અજીતશેખરવિજયજી, #aokadevkinanciocoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooxxxxxxxxnofook windooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooook

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 116