________________
પ૨]. બીજા ગણધરનો વાદ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ ઉપરોક્ત દૂષણોનો પરિહાર કરવા ભગવત્ત કહે છે કે
सोम्म ! जउ च्चिय जीवा पायं दिवप्फलासु वटुंति । अदिट्ठफलाओ वि हु ताओ पडिवज्ज तेणेव ॥१६२०॥ इहरा अदिट्ठरहिया सव्वे मुच्चेज्ज ते अपयत्तेणं ।
अदिट्ठारंभो चेव किलेसबहुलो हवेज्जाहि ॥१६२१॥ હે સૌમ્ય ! જે કારણે જીવો ઘણાભાગે દષ્ટફળવાળી ક્રિયામાં જ પ્રવર્તે છે, તે જ કારણે તે ક્રિયાઓ અદૃષ્ટફળવાળી પણ છે, એમ અંગીકાર કર. અન્યથા અદષ્ટ રહિત સર્વવો યત્ન વિના સંસારથી મુકાઇ જાય, અને અારંભ બહુ કલેશવાળો થાય. ૧૬૨૦-૧૬૨ ૧.
હે સૌમ્ય ! અગ્નિભૂતિ ગૌતમ ! જે કારણે જીવો ઘણા ભાગે કૃષિવાણિજ્ય-હિંસા વિગેરે દૃષ્ટફળવાળી અશુભ ક્રિયામાં પ્રવર્તે છે, અને અષ્ટફળવાળી દાનાદિ શુભક્રિયામાં ઘણા થોડા જીવો પ્રવર્તે છે, તે જ કારણે તે અશુભક્રિયાઓ દષ્ટફળવાળી અને અષ્ટફળવાળી ઉભય પ્રકારે છે, એમ અંગીકાર કર. જો કે કૃષિ-હિંસા વિગેરે ક્રિયા કરનારાઓ દેટફળ માટેજ તે ક્રિયાઓ આરંભે છે, અધર્મને માટે નથી આરંભતા, તોપણ તેઓ તેનું પાપરૂપ અદૃષ્ટફળ ભોગવે છે જ. જો એમ ન હોય, તો અનન્ત સંસારી જીવો કેવી રીતે હોઈ શકે ? તેઓ હિંસાદિ અશુભ ક્રિયાનું અષ્ટફળ ઇચ્છતા નથી; તોપણ પાપરૂપ અદેખફળ બાંધીને તેઓ અનન્તસંસારમાં ભમે છે; અને દાનાદિ ક્રિયા કરનારાઓ થૉડા હોય છે, તોપણ તેઓ તેનું ધર્મરૂપ અદૃષ્ટફળ પામીને અનુક્રમે સંસારથી મૂકાય છે.
અગ્નિભૂતિઃ- દાનાદિ શુભ ક્રિયા કરનારાઓએ જે ધર્મરૂપ અદેખફળ ઇચ્છેલું છે, તે તેઓને ભલે થાઓ; પરન્તુ જે કૃષિ-હિંસાદિ ક્રિયા કરનારાઓ અધર્મરૂપ અદૃષ્ટફળ ઇચ્છતા નથી, તે તેમને કેવી રીતે થાય ?
ભગવન્ત - જે અવિકલ-સંપૂર્ણ કારણ હોય છે, તે પોતાનું કાર્ય ઉત્પન્ન કરવામાં કોઇની પણ ઇચ્છાની અપેક્ષા નથી રાખતું, તે તો પોતાનું કાર્ય કરે છે જ. જેમ કોઈ ખેડૂત ધાન્ય વાવતો હોય, તે વખતે તેની અજ્ઞાત અવસ્થામાં કોઈ કોદરાનું બીજ ત્યાં પડી ગયું હોય, પછી તે બીજ જળ વિગેરે સામગ્રીરૂપ અવિકલ (સંપૂર્ણ) કારણ પામીને ખેડૂતની ઇચ્છા વિના પણ ઉગી નીકળે છે, તેમ કૃષિ હિંસા વિગેરે પણ અવિકલ કારણવાળાં હોવાથી અધર્મરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે, એમાં તેના કર્તાની ઇચ્છા કંઈ ઉપયોગમાં નથી આવતી. જે વિવેકીજનો હોય છે, તેઓ દાનાદિ ક્રિયામાં પણ ફળની ઈચ્છા નથી કરતા, તો પણ અવિકલ કારણતાથી તે ક્રિયાઓ વિશિષ્ટ પ્રકારનું ધર્મરૂપ ફળ ઉત્પન્ન કરે છે જ. માટે શુભ અથવા અશુભ સર્વ ક્રિયાનું શુભ અથવા અશુભ અદષ્ટ ફળ હોય છે જ. અન્યથા એટલે જો કૃષિ-હિંસા વિગેરે અશુભ ક્રિયાઓનું અદષ્ટ ફળ ન હોય, તો તે ક્રિયા કરનારાઓ મૃત્યુ પામ્યા બાદ તરત જ યત્ન વિના સંસારથી મુક્ત થઈને મોક્ષ પામે, અને તેથી પ્રાય: સંસાર શૂન્ય થઈ જાય. તથા અદષ્ટ ફળવાળી દાનાદિ ક્રિયાઓનો આરંભ જ સંસાર પરિભ્રમણનું કારણ થવાથી અતિ કલેશવાળો-દુરા થાય, કેમકે દાનાદિ ક્રિયા કરનારાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org