Book Title: Vir Nirvan Samvat aur Jain Kal Ganana Author(s): Kalyanvijay Gani Publisher: Shardaben Chimanbhai Educational Research Centre View full book textPage 6
________________ પુરોવચન પંન્યાસશ્રી કલ્યાણવિજય મહારાજ સાહેબનાં દર્શન જાલોર પુરામહોલ્લા ધર્મશાળામાં ત્રીસ વર્ષ પહેલાં થયેલાં. એ પછી તેઓશ્રીનું કાલ-ગણના' પુસ્તક અને બીજાં પુસ્તકો વાંચેલાં. ત્યારથી તેઓશ્રીના ઇતિહાસવિષયક જ્ઞાનથી પ્રભાવિત થયેલો. વિ. સં. ૨૦૫૪નું ચાતુર્માસ જાલોર થયું. જે ઉપાશ્રયમાં પં. શ્રી કલ્યાણવિજય મહારાજ લાંબો સમય રહેલા તે જ સ્થળે (પુરામહોલ્લામાં) ચાતુર્માસ દરમિયાન પંન્યાસજી મહારાજની નોંધો, ગ્રંથો જોવાની તક મળી. અને તેઓએ સ્થાપેલ “કેશરવિજય લાઈબ્રેરી” સ્થિત જ્ઞાનભંડારને વ્યવસ્થિત કર્યો. ત્યારે મુનિરાજશ્રી મિત્રવિજય મહારાજ સાહેબે કહ્યું : “વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના આ પુસ્તકની નકલો ખલાસ થઈ ગઈ છે અને તેની માંગ ઘણી છે, એનું પુનર્મુદ્રણ થવું જરૂરી આ બાબત મેં પં. જિતેન્દ્રકુમાર બી. શાહનો સંપર્ક કર્યો. તેઓ પણ આનું પ્રકાશન કરવાની ભાવના ધરાવતા હતા. ગ્રંથ પ્રકાશનની બધી જવાબદારી તેઓએ સ્વીકારી. તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. શ્રી આહીર જૈન શ્વે. મૂ. પૂ. સંઘ (પારસાવાડી) અને શ્રી ઝીંઝુવાડા જૈન શ્વે. મૂ. પૂ. સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી આ પ્રકાશનનો લાભ લેવાયો છે. તે માટે બન્ને સંઘોને ધન્યવાદ ! ઘણાં વર્ષોથી દુર્લભ બનેલું આ પુસ્તક આજે સરસ છપાઈ સાથે પ્રગટ થઈ રહ્યું છે તેથી ઘણો સંતોષ થાય છે. અભ્યાસીઓ આ ગ્રંથનું અધ્યયન કરી આત્મકલ્યાણને વરે એ જ અભિલાષા. પો. સુ. ૫ આ. વિજયમુનિચન્દ્રસૂરિ વિ. સં. ૨૦૧૬ આ ભુવનભાનુસૂરિ સ્મૃતિમંદિર પંકજ સોસાયટી, પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 204