Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે ટેડ રાજસ્થાન, ફાર્બસરાસમાળા, સુધર્મગ૭ પદાવલિ તથા અન્ય પટ્ટાવલિઓ અને વિજલદેવ પરમારનો લેખ સાક્ષીભૂત છે એમ ગુંથ્રીએ જણાવ્યું છે. મજકુર લેખ અધૂરે છે. પહેલું અને છેલ્લું પાટીલું મળ્યું નથી. તે જે મલ્યું હોત તો વિજાપુર અને તે સંબંધી ઐતિહાસિક વિષયમાં વધુ અજવાળું પડત. એક હાથ પહોળાં અને બે હાથ લાંબા પાટીયાં શિલાલેખ) ઘણીજ ડી જશે જણાય છે. આમાં ૬૬ મા શ્લોકની માત્ર એક જ છેલ્લી લીટીથી શરૂઆત છે જ્યારે ૧૧૫ માની બે લીટીથી તે બાકી રહે છે. આ ઉપરથી સાબીત થાય છે કે તેના ચાર અથવા પાંચ પાટીઆમાં તે લેખ હોવા જોઈએ. મજકુર લેકેમાં ૭૯ થી ૯૦ લેકના ભાવાર્થ ઉપરથી જણાય છે કે-બેહદેવે પોતાના પિતા વિજલદેવને યશ ફેલાવવા વિજાપુરનો ઉદ્ધાર કર્યો અથવા વસાવ્યું; પણ આ લેકમાં યશોધવળ, અંબા, જેહડસેમદેવ, દેવધર, દેડ વિગેરે શ્રાવકનાં નામ આવે છે તે કોણ અને ક્યારે થયા તથા તેમનાં શું કર્યું હશે તે હકીક્ત જાણવાને અન્ય ગ્રંથે જોવાની જરૂર જણાય છે. ગામની શોભા, મંદિરની ભવ્યતા, મંત્રીઓની ન્યાયપરાયણતા, ધનવતને પાત્રાપાત્રની પરિક્ષા કરી ધનનો વ્યય કરવાને વિવેક અને બીજાને ઉદ્ધાર કરવાની ઉત્સુકતા, ગૃહસ્થોનાં ઘરે, બજારે, કેવાં હતાં અને પ્રતિદિન મહોત્સવડે નગર કેવું શોભતું હતું તે જણાવી શ્રાવકે કેવા હોય અને તે સમયે કેવા હતા તે હકીક્ત માટે નીચેના ભાવાર્થવાળા કોઈપણ શ્રાવકે ભૂલવા જેવા નથી. જે નગરમાં શ્રાવકોનો સમુદાય સ્કુરાયમાન વિધિપથમાં પ્રસ્થાન કરે છે અને રાત્રિ દિવસ સઘળા પદાર્થોને વિનશ્વર જાણે છે, તથા પારરહિત સંસાર સાગરને તરી જવા ઈચ્છા ધરાવનાર હોઈ તીર્થકર–પરમાત્માના ધર્મરૂપ વહાણને આશ્રિતબની નિત્યાનંદ સ્વરૂપવાળી મુકિતરૂપી વનિતાને પ્રાપ્ત કરવા સદા ઉદ્યમ કરે છે” (૮૮) “જેને હંમેશાં ચારિત્ર લેવાની ઇચ્છા છે તથા જે વિષયની પેઠે કડવા ફળવાળા સંસારને ત્યાગ કરવા ઈચ્છે છે તથા મુક્તિરૂપી સ્ત્રીના હદય ઉપર રમવાની ઇચ્છા ધરાવે છે અને સમ્યગ પ્રકારે ધારેલી દેશ વિરતિ જેના હાથમાં અનેક પ્રકારની આનંદશ્રેણુને આપે છે” ( ૯૧ ) ( જુઓ પૃષ્ટ ૯) તે પછી ગુરૂશ્રીએ–સાભ્રમતી નદી સંબંધી, બ્રહ્માવર્ત અને આવર્ત તથા વિદેશી હૂણ અને ગુર્જરો સંબંધી તથા ગુજરાતની પ્રથમ ગણના સૌરાષ્ટ્રમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 345