Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયાવૃત્તિનું વક્તવ્ય. જેના દર્શનની ગ્રન્થ સમૃદ્ધિ માટે જેનેતર વિદ્વાનોને પણ મુકતકંઠે કહેવું પડે છે કે ગુર્જર સાહિત્યમાં બહેળો હીસ્સો જેના ધર્મગુરૂઓનો જ છે. સર્વ દિશા અને સર્વ વિષયોમાં જૈનાચાર્યોએજ પિતાના લેખિની અવિચ્છિન્નપણે ચલાવી છે અને ચલાવી રહ્યા છે. આ હકિકતને સચોટ પૂરાવો વર્તમાનકાલે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરે પૂરે પાડયો છે. માત્ર ૨૪ વર્ષના દિક્ષાકાલમાં સેંકડો ગ્રન્થ સ્વબળે-આત્મસ્વરૂપમાં રહીને–એકાંતહિતના જ કરનારા લખ્યા છે. “જેના નિર્મળ સંયમે જગતમાં જ્યોતિ અને કીતિ પ્રસરેલી છે, જેની લેખિનીવડે સેંકડે તત્વામૃતના ગ્રંથ સુભાષિત શબ્દોથી ઉત્તમજ્ઞાન આપી રહ્યા છે, જેઓનું પદ્દર્શનશાન જૈન અને જેનેતરોને આકર્ષી રહ્યું છે તેવા પ્રખર જ્ઞાની સદ્દગુરૂરાજ-સાગરગચ્છાધિપતિ, ધર્મધુરંધર અધ્યાત્મ જ્ઞાની-કવિ અને વૈરાગી યોગીરાજ જગતમાં જયવંતા વર્તે.” તથા પ્રકારે ગુરૂશ્રીનું કીતન કરી આ આવૃત્તિ સંબંધી વિકતવ્ય લખવા પ્રેરાઉં છું. જન્મભૂમિ તરફ પ્રેમભાવે–સેવા ભાવે સ્વફરજ બજાવનાર વીરલા પુરૂષ હોય છે તેઓ પછી આ ગ્રંથના રચયિતા સદ્દગત ગુરૂશ્રી પણ એક છે એમ આ ગ્રંથ યથાસ્થિત વાંચવાથી ખાત્રી થશે. જન્મભૂમિની અને સ્વદેશ ભાષાની સ્વાર્પણ ભાવે સેવા કરવા, શકિતખીલવવા, અન્યોને બોધ કરી પિતે તે ફરજ બજાવવા આ ગ્રંથ લેખનને હેતુ સ્પષ્ટ કરતાં આત્મભાવે સંપથી વાર્તા સ્વર્ગવાડી કરતાં જન્મભૂમિની ઉત્તમતા જણાવતાં “જન્મભૂમિની ઝુંપડી નંદનવનથી બેશ” એ વાક્ય વડે ગુરૂશ્રીએ ગરીબ કે દાનેશ્વરી–ત્રીમાન કે વિદ્વાને કયા ભાવે પિતાનો હિસ્સો જન્મભૂમિના ઉત્કર્ષ માટે અર્પવા તે બતાવીને વિજાપુર વૃતાંતની શરૂઆત કરી છે. પ્રથમવૃત્તિની પ્રસ્તાવનામાં, પિતાની જન્મભૂમિ હોવાથી અને વિજાપુર એક પ્રાચિનનગર હવા સાથે ઐતિહાસિક દ્રષ્ટિએ અવલોકન કરવાયોગ્ય હોવાથી અને તે માટે બીજાં કારણો સાથે તે પ્રસ્તાવનાના પૃષ્ણ ૨ થી ૮ માં પ્રગટ કરેલા ક ૬૭ થી ૧૧૪ (૬૬ થી ૧૧૫) નો લેખ મુખ્ય નિમિત્તભૂત છે અને તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 345