________________
ભાવાર્થ—-નવે અવતાર પામ્યા અને જીવતરનું ફળ પામીને ફાવ્યા છીએ એમ વિચારી લેકએ હર્ષથી સે. સુંવાળી અને કસાર વિગેરે મંગલિક જમણે કર્યા અને ના અવતાર પામ્યાનું ફળ લીધું. ૧૫ છે छगण तणो घरबार रे, नमुंचि लख्यु घर नारे; ते जीम जीम खेरु थाय रे, तिम तिम दूख दूरे जाय रे. १६
ભાવાર્થ–હવે ઘરેઘર ઘરને બારણે સ્ત્રીઓએ છાણને નમુચિ બનાવ્યું તે છાણને નમુચી જેમ જેમ ક્ષય પામતે જાય તેમ તેમ દુઃખ પણ ક્ષય પામતું જાય એમ માનવા લાગ્યા. છે ૧૬ છે मंदिर मंडाण मांडया रे, दालिद्र दुख दुरे छांडया; काति इ.दि पडवे परवेरे, इंम ए आदरीओ सर्वे. १७
ભાવાર્થ–ઉત્પાત શમ્યાના હર્ષથી લોકેએ પિતાનાં ઘરે શણગારવા માંડયાં. અને દારિદ્ર દુખ વિગેરે સહ દર થયું એમ માનવા લાગ્યા, એ પ્રમાણે આ પર્વ કાર્તિક સુદિ પડવાને દિવસે સર્વ લેકેએ આદર્યું છે ૧૭ . पुण्ये नरभव पांमि रे, धर्म पुन्य करो नरधांमी; पुन्ये ऋद्धि रसालि रे, नित नित पुन्ये दिवाली. १८ - ભાવાર્થઘણા પુણ્યથી આ મનુષ્યને ભવ પામી હે મનુષ્ય સર્વ સુખનું સ્થાન એવું ધર્મ પુન્ય કરે, પુન્યથી રસાલ રૂદ્ધિ પ્રાપ્ત થાય છે, અને પુન્યથી જ ઘેર નિત્ય નિત્ય દિવાળી વતે છે કે ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com