________________
. ૭૮ એ. ૫૪. ચિંતામણિ કરે ચટિયું આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામકુભ સે વસિ હુઓ એ; કામગવી પૂરે મન કામી, અષ્ટ મહા સિધિ આવે ધામી સામી ગયમ અણુસર એ. પપ. પ્રણવાક્ષર પહેલો પભણજે, માયા બીજ શ્રવણ નિસુણીજે; શ્રીમુખે ( શ્રીમતિ) શોભા સંભવે એ દેવહ ધરિ અરિહંત નમીજે, વિનય પહુ ઉવઝાય ગુણજે, “ઇણે મને ગાયમ નમે એ. ૫૬. ૫૨ પરપરવસતા કાંઈ કરીએ, દેશ દેશાન્તર કાંઈ ભમીજે, ક્વણુ કાજે આયાસ કરે; પ્રહ ઉઠી ગોયમ સમરી જે, કાજ સવ તતખણ તે સીઝે, નવનિધિ વિકસે તાસ ઘરે ૫૭ ચઉદહસે (ચઉદય) બારોત્તર વરશે, ગોયમ ગણધર કેવળ દીવસં૧ ) ખંભ નયર પ્રભુ પાસ પસાથે, કી કવિત ઉપગાર પરે; આ દિહી મંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહિલો દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૮.
ધન માતા જેણે ઉઅરે ધરીયા, ધન પિતા જિણ કુળે અવતરિયા, ધન સહગુરૂ જિણે દીખિયા એ; વિનયવંત વિધાભંડાર, જસ ગુણ પુહવી ન લભે પાર, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે (વડ જિમ શાખા વિસ્તરે છે. ૨) પ.
અર્થ, જેમ આંબા ઉપર કોયલ ટહુકારા કરે, જેમ પુષ્પના વનમાં સુગંધ બહેક્યા કરે, જેમ ચંદન સુગંધનું નિધાન છે, જેમ ગંગાનું જળ લહેર વડે લહકી રહ્યું છે, જેમ કનકાચળ (મેરૂ) તેજવડે ઝળકી રહ્યો છે, તેમ ગૅતમ સ્વામી સૌભાગ્યના ભંડાર છે. જેમ માનસ સરોવર ઉપર હસે રહે છે, જેમ ઈદ્રના મસ્તક પર કનકના અવતસે (મુગટે) હોય છે, જેમ વનમાં મધુકર ( ભમરા ) ની શ્રેણિઓ હોય છે, જેમ રત્નાકર રત્નોથી વિલસાયમાન (અલંકૃત) છે, જેમ આકાશમાં તારાઓને સમૂહ વિકસાયમાન હોય છે, તેમ ગૌતમ સ્વામી ગુણેની ક્રીડા કરવાની ભૂમિ ( કેલિવન ) સમાન છે. પૂર્ણિમાની રાત્રિએ જેમ ચંદ્રમા શોભે છે, કલ્પવૃક્ષના મહિમાથી જેમ જગત બધું મેહ પામે છે, પૂર્વ દિશાએ જેમ સૂર્ય પ્રકાશે છે, પંચાનન (સિંહ) વડે જેમ માટે પર્વત શોભે છે, નરપતિ (રાજા)
૧ આ ગાળામાં બીજા પદને બદલે આ પદ છપાયેલ છે.
૨ છેલ્લા પદને બદલે આ પદ છપાયેલ છે, ને આ જ એક પ્રતમાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com