________________
૮૦
સદ્ગુરૂએ તેને દીક્ષા આપી તેને પણ ધન્ય છે, વિનયવંત, વિદ્યાના ભંડાર અને જેના ગુણેને પૃથ્વીમાં પાર ન આવે એવા ગતમ સ્વામી તમને ઋદ્ધિકૃદ્ધિને કલ્યાણના કરનાર થ.એ. અથવા તેમની શાખા ( શિષ્ય પરંપરા ) વડની શાખાઓની જેમ વિસ્તાર પામા. જન પ્રબંધમાં વધારે ગાથાઓ છપાયેલ છે તે
નીચે પ્રમાણે– ગતમસ્વામીને રાસ ભણજે, ચવિહ સંધ રલિયાયત કીજે. સયળ સંધ આણંદ કરે; કુંકુમ ચંદન છેડો દેવરાવો, માણેક મોતી ના ચેક પુરાવા, રમણ સિંહાસણ બેસણું એ. ૬૦. તિહાં બેસી ગુરૂ દેશના દેશે, ભવિક જીવનાં કાજ સરેસે, ઉદયવંત (વિજય ભદ્ર) મુનિ એમ ભણે એ; ગતિમ સ્વામી તણે એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સાસય સુખ નિધિ સંપજે એ. ૬૧. એહ રાસ જે ભણે ભણવે, વર મયગળ લચ્છી ઘર આવે, મન વંછિત આશા ફળે એ- ૬૨.
અર્થ.
ઇતિ. આ ગોતમ સ્વામીને રાસ ભણીએ ( ગણીએ) ચતુર્વિધ સં. ધને આનંદ ઉત્પન્ન કરાવીએ, સકળ સંધ આણંદ પામો. (ભો ભ
છે !) તમે કેશર ને ચંદનને જમીન ઉપર છંટકાવ કરવો. ( લેપ કરાવો ) અને માણેકને મેતીના ચેક ( સ્વસ્તિક વિગેરે) પુરાવા. તેના પર રત્નજડિત સિંહાસન મંડાવો; તે સિહાસન પર બેસીને ગોતમ સ્વામી ( ગુરૂ ) દેશના દેશે, તે સાંભળવાથી અનેક ભવ્ય જેનાં કાર્ય સંરશે. ઉદયવંત મુનિ ( આરાસના કર્તા) એમ કહે છે કે આ ગૌતમસ્વામીને રાસ ભણતાં સાંભળતાં પ્રાણી આ. ભવમાં ભોગવિલાસ પામે અને પરભવે તેને શાશ્વત સુખનિધાન (મેલ) સંપ્રાપ્ત થાય. આ રાસ જે ભણે ને ભણાવે તેના ઘરમાં એક હાથીઓની લક્ષ્મી પ્રાપ્ત થાય અને તેના મનવાંછિત આશા સર્વ ફળિભૂત થાય. શ્રી ગૌતમસ્વામીને રાસ અર્થ સહિત સંપૂર્ણ
૧ છેલ્લી ગાથામાં ત્રણજ પદ છે, એટલે અરધી ગાથા છે. રીજી ચોથી ઢાળની ગાથાઓની સંખ્યામાં ભેદ હોવાને લીધે જનપ્રબેધમાં કુલ ૪૮ ગાથાઓને અંક છે.
૨ કોઈ પ્રતિમાં વિજયભક એવું નામ છે, પરંતુ તે નામ પણ એમનું જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com