________________
S ના ઘરે જેમ હાથી ગાજ્યા કરે કરે છે, તેમ આ મુનિ પ્રવર (મુનિ શ્રેઇ–ગૌતમસ્વામી) થી જિનશાસન શોભી રહ્યું છે. જેમ કલ્પવૃક્ષની શાખાઓ શોભાયમાન હોય છે, જેમ ઉત્તમ પુરૂષના મુખમાં મધુર ભાષા હોય છે, જેમ વનમાં કેતકી પુષ્પ મહામહાટ કરે છે, જેમ રાજ પોતાની ભુજાના બળથી ચમક્યા કરે છે, જેમ જિનમંદીરમાં ઘંટ રણકારા કર્યા કરે છે, તેમ તમ સ્વામી અનેક લબ્ધિઓ વડે ગહગહ્યા કરે છે. આજે (ગોતમ સ્વામીને દીઠા એટલે એમ સમજવું કે ) ચિંતામણિ રત્ન હાથમાં આવ્યું, સુરતરૂ (કલ્પવૃક્ષ) સર્વ વાંછિત પૂરવા લાગ્યું, કામકુંભ પણ વશ થયે, કામધેનુ મનોકામના પૂર્ણ કરવા તૈયાર થઈ, આઠ મહા સિદ્ધિઓ (અણિમા દ્વિમાદિક) ઘરે ચાલી આવી, માટે હવે હે ભવ્ય ! તમે ગોતમ સ્વામીને અનુસરે. (તેમણે બતાવેલા માર્ગે ચાલો)
(ગોતમ સ્વામીને નમસ્કાર કરતાં) પ્રથમ પ્રણવ અક્ષર ( કાર ) બોલે, પછી માયા બીજ ( હિર ) સાંભળવું (બોલવું ), ત્યાર પછી શ્રીવડે શોભા કરવી, પ્રારંભમાં દેવ જે અરિહંત તેને નમવું, પછી વિજ્ય પૂર્વક ઉપાધ્યાયને સ્તવવા, આત મંત્ર વડે ગૌતમ સ્વામીને નમસ્કાર કરવો. ( Sિ શ્રી અરિહંત ઉપાધ્યાય ગાતમાય નમ:)
હવે કહે છે કે તમે પર એવું પરવશપણું શા માટે અંગીકાર કરે છે? દેશદેશાન્તર શા માટે ભમે છે ? શા માટે બીજો પ્રયાસ કરે છે ? માત્ર પ્રભાતમાં ઉડીને ગૌતમ સ્વામીને સમરે, જેથી સર્વ કાર્ય તત્કાળ સિદ્ધ થાય અને તેના (તમારા) ઘરમાં નવનિધાન વિલાસ કરે. (આવીને વસે). ચાદશે બારના વષે (ગોતમ સ્વામી કેવળજ્ઞાન પામ્યા તે દિવસે-આસે વદિ ૦)) સ ) ખંભાત નગરમાં પાર્થપ્રભુને પાયે આ ઉપકાર કરવાવાળું કવિત બનાવ્યું છે. (વર્ષ, માસ, દિવસાદિકની) આધમાં માંગળિક તરિકે આ કવિતજ બોલવું, પર્વના મહાત-વમાં પણ આ કવિતને અગ્રસ્થાન આપવું; કારણ કે આ રાસ ઋદ્ધિ વૃદ્ધિ ને કચાણ કરવાવાળો છે,
જે માતાએ આ (ગોતમ સ્વામી) ને ઉદરમાં ધારણ કર્યા તેને ધન્ય છે, જેના કુળમાં એ અવતર્યા તે પિતાને ધન્ય છે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com