Book Title: Vande Viram
Author(s): Padmavijay Gani, Danvijay Gani
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 70
________________ તમારા દેહરૂપી ઘરમાં ગુણને સમૂહ ગહગવાટ કરતે આવીને વસે. જંબૂદીપમાં ભરત નામે ક્ષેત્ર છે. તેમાં પૃથ્વીતળના આભૂષણ જેવા મગધ નામે દેશ છે. ત્યાં રિપુ જે શત્રુ તેના દળ. કેલશ્કરના બળનું ખંડન કરનાર શ્રેણિક નામે રાજા છે. તે મગધદેશ) માં ધને કરીને એક (દ્રવ્યવાળું ) ગુબ્બર નામે ગામ છે. ત્યાં ગુણગણુની શવ્યા સમાન વસુભૂતિ નામે વિપ્ર (બ્રાહ્મણ) વસે છે. તેને પૃથ્વી નામે ભાર્યા (સ્ત્રી) છે. તેને પુત્ર ઇંદ્રભૂતિ નામે છે તે પૃથ્વીના વલયમાં સર્વત્ર) પ્રસિદ્ધ છે; અને વિદ્યારૂપ વિવિધ રૂપવાળી સ્ત્રીના રસથી વિંધાયેલો છે અર્થાત ચોદ વિધામાં પ્રવીણ છે, તેમાં લુબ્ધ થયેલ છે. તે વિનય, વિવેક ને સારા વિચારાદિ ગુણના સમૂહથી મનહર છે. તેનું શરીર - સાત હાથ પ્રમાણ છે અને રૂપે કરીને રંભા-અપ્સરાના વર (સ્વામી) ઈંદ્ર જેવો છે. તેના નેત્રકમળ, વદનમળ, કરકમળ અને પદકમળ એવાં સુંદર છે કે જેણે બીજો પંકજ કે. કમળને તે જળમાંજ પાડી દીધાં છે અથાત ત્યાંજ નિવાસ કરાવ્યો છે અને પિતાના તેજે કરીને તારા, ચંદ્ર અને સૂર્યને તે આકાશમાં ભગાડયા છે-ભમતા કરી મુક્યા છે. રૂપે કરીને મદન કે. કામદેવને અનંગ-અંગ વિનાને કરીને કાઢી મેલ્યો છે. ધેયતામાં મેરૂ જેવો છે, ગંભીરતામાં સિંધુ કે. સમુદ્ર જેવા છે અને મને હરપણાના સંચયનું સ્થાન છે. તેના નિરૂપમ (ઉપમા વિનાના) રૂપને જોઈને લોકો કાંઈક એમ કહે છે કે (વિધાતાએ) કળિકાળના ભયથી બધા ગુણને આમાંજ એકઠા સંચી રાખ્યા છે; અથવા આણે પૂર્વજન્મમાં જરૂર જિનેશ્વરને પૂજ્યા છે, - તેથી તેણે રંભા, પડ્યા (લક્ષ્મી), ગેરી, ગંગા, રતિ અને વિધિ તે સર્વને વંચા છે (ગ્યા છે). કોઈ બુધ (પંડિત), કોઈ મુરૂ કે કોઈ કવિ તેની આગળ રહી શક્યા નથી અર્થાત્ તે સર્વને આણે જીતી લીધા છે. (અહીં શ્રેષમાં બુધ, ગુરૂ ને શુક્ર આ ત્રણેને છત્યાનું સૂચવ્યું છે). તે પાંચસે ગુણવાન છાત્રો (શિષ્યો ) થી પસ્વરેલ સર્વત્ર ફરે છે, અને મિથ્યાત્વથી મેહિત મતિવાળો હોવાથી યજ્ઞ કર્મ કરે છે. પરંતુ તે છળેતેજ મિષથી તેને ચરણ (ચારિત્ર), જ્ઞાન ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84