________________
તેમને ઈંદ્રભૂતિ એવા નામથી બેલાવ્યા, અને સ્વામીએ શ્રીમુખે-વેદના પદવડે કરીને જ તેમના સર્વ સંશય ફેડી નાંખ્યા. પછી માનને મેલી ( તજી દઈ ) મદને ઠેલી ( દૂર કરી ) ભક્તિવડે મસ્તક નમાવ્યું અને પાંચસે છાત્રો સહિત પ્રભુ પાસે વ્રત ( ચારિત્ર ) અંગીકાર કર્યું. ગોતમ (સર્વમાં) પહેલા શિષ્ય થયા. પિતાના મોટા બંધવ ઈંદ્રભૂતિએ સંયમ લીધાની વાત સાંભળી અગ્નિભૂતિ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ નામ લઈને બેલાવ્યા. તેના મનમાં સંશય હતો તેને અભ્યાસ કરાવ્યો, અર્થાત વેદપદને ખરે અર્થ સમજાવી સંશય ટાળ્યો એટલે તે પણ પ્રતિબોધ પામ્યા. એ પ્રમાણે અનુક્રમે અગ્યાર ગણધર રત્નની પ્રભુએ સ્થાપના કરી અને તે પ્રસંગે ભુવનગુરૂ (પ્રભુ )એ સંયમે [ પાંચ મહાવતરૂપ ] સહિત શ્રાવકનાં બાર વ્રતને પણ ઉપદેશ આપ્યો. પછી ગૌતમસ્વામી નિરંતર પિતાના વિચારથી જ બે બે ઉપવાસે પારણું કરતા સતા વિચારવા લાગ્યા. ગૌતમ સ્વામીના સંયમે સકળ જગતમાં જયજયકાર કર્યો–વર્તાવ્યો.
વસ્તુ. ઈદભૂઈએ, ઇંદભૂઈઅ, ચડિઓ બહુ માને, હુંકાર કરિ કંપતે, સમોસરણે પહેતો તુરત, અહ સંસા સામિ સંવે, ચરમના ફેડે કુરંત, બેધિ બીજ સંજાય મને, ગાયમ ભવહ વિરત્ત, દિખ્ખ લઈ સિખા સહિઅ, ગણહર પય સંપા. ૨૭
એથ. દ્રભૂતિ બહુમાને ચડી હંકારે કરતે ને કંપતે તરત સમોસરણે પહોંચે. [ અથ ] પછી ચરમનાથ [ વિરપ્રભુ ] સ્વામીએ તેના સર્વ સંસા (સંશય) એકદમ ફેડી નાખ્યા, એટલે તેમના મનને વિષે બોધિબીજ ( સમતિ ) સંજાન થયું ( પ્રાપ્ત થયું). પછી ગતમ ભવ જે સંસાર તેથી વિરક્ત થયા, (પ્રભુ પાસે ) દીક્ષા લીધી, શિક્ષા સહન કરી ( અંગીકાર કરી ) અને ગણધરપદ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com