________________
૭ી
તે એહ અસંભમ (વ) સંભવે એ, સાચે એ ઈંદજાળ તે ૨૧. તવ બેલા ત્રિજગ ગુરૂ, ઇંદભૂથ નામેણ તે, શ્રીમુખે સંસય સામિ સ, ફેડ વેદ પણ તે. રર. માન મેલ્હી મદ ઠેલી કરી ભક્તિએ નામે શીસ તે; પચ સયાંશું વ્રત લીઓ એ, ગેયમ પહેલો શીસ તે. ૨૩. બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવે તેનું નામ લેઈ અભ્યાસ કરે, તે પણ પ્રતિબધેય તે, ૨૪. ઇણે અનુક્રમે ગણહર રણ, થાપ્યા વીરે અગ્યાર તે; તવ ઉપદે ભુવન ગુરૂ, સંયમ શું વ્રત બાર તે. ૨૫. બિહુ ઉપવાસે પારણું એ, આપણુપે વિહરત તે; ગાયમ સંયમ જગ યેલ જયજયકાર કરંત તે. ૨૬.
અર્થ. તે વખતે ઈkભૂતિ ભૂદેવ (બ્રાહ્મણ) નિવડ માનરૂપી ગજ ઉપર ચ અર્થાત અભિમાને ભરાણે. તેથી હું કાર કરે તે ચાલ્યો કે તે જિનવર દેવ કોણ છે ? આગળ ચાલતાં એક યોજના ભૂમિમાં સમવસરણને પ્રારંભ કરેલો દીઠો, અને દશે દિશામાં વિવિધ સ્ત્રીઓ અને સુરરંભા ( દેવાંગના-અપ્સરાઓ ) ને આવતી જોઈ. વળી તે સમવસરણનાં મણિમય તરણુ, હજાર યોજનના દંડવાળા ધર્મધ્વજ અને ગઢના કોસીસા (કાંગરા ) ઉપર નવા નવા ઘાટ ( વિચિત્ર રચનાના દેખાવ) દીઠા. તેમજ જતિરથી પણ રહિત એવપ્રાણીઓને સમૂહ જે. આઠ પ્રતિહાર્ય દીઠા. વળી દેવે, મનુષ્યો બંતરે, ભુવનપતિ દેવતાઓ, ઈદ્રો, ઈંદ્રાણુઓ અને રાજાઓને પ્રભુના ચરણમળની સેવા કરતા દેખી ચિત્તમાં ચમત્કાર પામી ચિંતવવા લાગ્યો અને સહસ કિરણ ( સૂર્ય ) સમાન તેજવી તેમજ વિશાળ રૂપવંત વીર જિનને જોઈને વિચારવા લાગે કે આ બધી અસંભવિત વાત સંભવે છે–દેખાય છે, તેથી જરૂર આ સાચેસાચી ઇંદ્રજાળજ છે. (આમ વિચારે છે) તે અવસરે ત્રિજગગુરૂ વીર પરમાત્માએ
૧. આ ઢાળની દશ ગાથાને બદલે કેટલીક પ્રતમાં આઠ આઠ પદની એકેક ગાથા કરી પાંચ ગાથા ગણેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com