________________
મૂ આગળ કો જાણુ ભણીજે, મેરૂ અવર કિમ એપમ દીજે. ૧૫,
અથ.. છેહાતીર્થકર (શ્રી મહાવીર સ્વામી) કેવળજ્ઞાની થયા. પછી ચતુર્વિધ ( સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ) સંઘની પ્રતિકા કરવાને અવસર જાણે સ્વામી પાવાપુરે સંપ્રાપ્ત થયા [ આવ્યા ]. તેઓ ચાર પ્રકારની (ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક) દેવનિકાય (દેવજાતિ) થી યુક્ત (પરવરેલા) હતા. ત્યાં [પાવાપુરીના ઉધાનમાં] દેવોએ સમવસરણ એવું કર્યું કે જેના દેખવાથી મિથ્થામતિ અથવા મિથ્થામતિવાળા ખીજે અર્થાત ખેદ પામે ( નાખુશ થાય ). તે સમવસરણમાં ત્રિભુવનગુરૂ [વીર પરમાત્મા ] સિંહાસન પર આવીને બેઠા. તત્કાળ મેહ તો દિગંતમાં [ દિશાના અંતમાં ] પિસી ગયે, અને ક્રોધ માન માયા ને મદને રામહ અથવા તેને દોષવાળા છો તે પ્રભુને જોઈને જેમ દિવસે ચેર નાસી જાય–સંતાઈ જાય તેમ નાસી જવા લાગ્યા. આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી તે ધર્મનરેશ્વર પધાર્યાથી ગાજતી ન હોય અથવા તેને ખબર આપતી ન હોય તેમ જણાવા લાગ્યું. દેવતાઓએ ત્યાં કુસુમની(જાનુ પ્રમાણ) વૃષ્ટિ કરી અને ચોસઠ ઈ જે પ્રભુ પાસે સેવાની પ્રાર્થના કરવા લાગ્યા, અત “તમારી સેવા અમને આપે ” એમ કહેવા લાગ્યા. પ્રભુના મસ્તક ઉપર ચામર ને છત્ર રોભવા લાગ્યા, અને પિતાના રૂપે કરીને પ્રભુ જગતને મેહ પમાડવા લાગ્યા. પછી ઉપશમરૂપી રસને સમૂહ ભરી ભરીને પ્રભુ વરસવા લાગ્યા અને જન પર્યત[ચારે બાજુઓ સાંભળી શકાય તેવી વાણીવડે વખાણ કરવા લાગ્યા, અર્થત ધર્મોપદેશ દેવા લાગ્યા. આ પ્રમાણે વર્ધમાન સ્વામીને પધાર્યા જાણીને દેવતાઓ, મનુષ્યો, કિન્નરે (વ્યંતરે) અને તેના રાજાઓ આવવા લાગ્યા. તેમને કાંતિના સમૂહે કરીને આકાશમાં ઝળઝળાટ થઈ રહ્યો અને આકાશમાંથી ઉતરતા વિમાનવડે રણુરણુટ શબ્દ થઈ હ્યો. તે જોઈને ઈંદ્રભૂતિ ગૌતમ) વિપ્ર મનમાં ચિંતવવા લાગ્યો કે આ દેવતાઓ અમારા યજ્ઞ નિમિત્તે આવે છે. પછી તીરના તરંડની જેમ તે દેવતા
એ તે એકદમ વહેતા સતા ગણગણાટ કરતા સમવસરણમાં પહોંચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com