________________
ભોગવવું પડશે. આથી દ્રવ્ય મેળવવું તે તે અન્યાયથી ન મેળવવું, . એ વાતને સમજાવતાં આચાર્યશ્રીએ ન્યાયસંપન્નવિભવઃ એવા માર્ગોનુસારીના પહેલા ગુણને યાદ કર્યો છે અને તેના અનુસંધાનમાં આચાર્ય શ્રીએ ભાર્માનુસારીના પાંત્રીસે ય ગુણોને વર્ણવ્યા છે.
આ પછીથી, ન્યાયથી મેળવેલા ધનને પણ દુરુપયોગ નહિ કરતાં સદુપયોગ કરવાને ઉપદેશ આપતાં ધનનું કારણ પણ ધર્મ જ છે એમ આચાર્યશ્રીએ સમજાવ્યું છે. તેના અનુસંધાનમાં આચાર્ય શ્રીએ શ્રી કુમારપાલ અને શ્રી વસ્તુપાલ-તેજપાલ વગેરેની જાણવાજોગ વાતોને ઉલ્લેખ કર્યો છે. એ પુણ્યવાનનાં શુભ કામો તથા અનુઠાનેને જણાવીને, તેનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તથા નિર્મલતા થાય છે–એમ વર્ણવીને આચાર્યશ્રીએ સમ્યગ્દર્શન ગુણ કેવી રીતિએ પ્રગટે છે અને તેને સાચવવા માટે શું શું કરવું જોઈએ તે વિસ્તારથી વર્ણવ્યું છે.
આ પછીથી, સમ્યગ્દષ્ટિ જીવે આગળનાં ગુણસ્થાનકેને પામવા માટે કરવાના ત્રણ મોરનું વર્ણન કરીને આચાર્યશ્રીએ ભવ્ય જીવને થતી સમ્યકચારિત્રની અને મોક્ષની પ્રાપ્તિને વર્ણવી છે. આમ મેક્ષની વાત આવતાં, આચાર્યશ્રીએ મેક્ષનાં ચાર પરમ અને અને તે ચારમાં પણ એક પછીના એકની વિશેષ દુર્લભતાને વર્ણવીને બહિરાત્મભાવને તજવાનો ઉપદેશ દીધું છે. અહીં આચાર્યશ્રીએ આ સાતમી આવૃત્તિમાં કરેલો ઉમેરે એકદમ ધ્યાન ખેંચે એવો છે.
આ રીતિએ માનવજીવનને સફળ કરવા માટે કેવા વિચારે કેળવવા અને કેવા આચાર સેવવા–એનું વિસ્તારથી વર્ણન કર્યા બાદ, આચાર્યશ્રીએ મરણને સુધારવાના ઉપાયોનું વર્ણન કર્યું છે. અંત સમયની આરાધનાના દશેય અધિકારોને વર્ણવ્યા બાદ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન અપાયું છે અને રાણી પઢાવતીની આરાધનાનું પદ્ય પણ અપાયું છે. તે પછી મરણ સમયે કેવી ભાવનાઓમાં રહીને જીવે સમાધિમરણને સાધવું જોઈએ તેનું વર્ણન કરીને, આત્મસ્વરૂપના ચિન્તનની સામગ્રી આપવામાં આવી છે.