Book Title: Vairagya Bhavna Author(s): Vijaybhaktisuri Publisher: Vinodchandra Chandulal Shah View full book textPage 8
________________ કેવું દુઃખમય ભવભ્રમણ કરવું પડે છે એ દર્શાવ્યા બાદ, આચાર્યશ્રીએ માનવભવની દુર્લભતાને સમજાવવાને માટે શાસ્ત્ર પ્રસિદ્ધ દશ દષ્ટાન્તોમાંથી ચાર દષ્ટાન્તોને ઉલ્લેખ કર્યો છે, કે જેથી આ વૈરાગ્ય ભાવના નામના પુસ્તકને વાંચનારને એ વાતને ખ્યાલ આવે કે, મને મળે આ માનવજન્મ બહુ કિંમતી છે અને આ જન્મમાં જે હું મારે સાધવા જેગું સાધીશ નહિ તે મને આ જન્મ પુનઃ પ્રાપ્ત થશે ઘણો મુશ્કેલ છે. માનવજન્મ પણ આર્ય દેશમાં મળે તે કામને અને આર્યદેશમાં પણ મળેલા મનુષ્યજન્મને સફળ કરવા માટે મિથ્યાવને ત્યાગ જરૂરી છે–એ સમજાવીને આચાર્યશ્રીએ સદ્ગુરુના શ્રીમુખે ધર્મશ્રવણું કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. ગુરુના શ્રીમુખે ધર્મનું શ્રવણ કરવાની ઈચ્છા થયા પછીથી પણ જીવને ધર્મશ્રવણ કરવામાં અન્તરાય કરનારા તેર કાઠિયાઓ હેય છે, એટલે એ તેર કાઠિયાઓનું વર્ણન કરીને આચાર્યશ્રીએ સમજાવ્યું છે કે–આળસ આદિ તેર કાઠિયાઓ ઉપર વિજય મેળવીને જીવે શ્રી જિનવાણીનું શ્રવણ કરવા માટે તત્પર બનવું જોઈએ. આ રીતિએ જીવને શ્રી જિનવાણીનું શ્રવણ કરવા માટે તત્પર બનાવીને આચાર્યશ્રીએ શ્રી જિનવાણુના સારને રજૂ કરવા માંડ્યો છે અને એ સાર આ વૈરાગ્ય ભાવના પુસ્તકના વાંચકોના હૈયે બરાબર ઠસી જાય એ માટે અનિત્યાદિ બાર ભાવનાઓનું મનન કરવાનું સૂચન કરીને આચાર્યશ્રીએ બાર ભાવનાઓના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એના ઉપસંહારમાં શુભ ભાવના કેવી ફલવતી બને છે તે ચાર ચેરના એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. એ પછી, શુભ ભાવનાને પામવાના ઉપાયનું દર્શન કરાવતાં આચાર્યશ્રીએ શ્રી જિનદર્શનની આવશ્યકતા અને મહત્તા વર્ણવી છે શ્રી જિનદર્શનની વાતમાં આચાર્યશ્રી શ્રી જિન કેવા હોય છે એ પણ સમજાવ્યું છે અને શ્રી જિનસ્તુતિના લોકો પણ અર્થે સહિતPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 384