Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 4
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સંપાદકનું નિવેદન ગુજરાત વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રના સહયોગથી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી સેંટર, મુંબઈ (ઘાટકોપર), જૈન વિશ્વકોશ અને ઈન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩-૧૦-૨૦૧૫ અને ૨૪-૧૦-૨૦૧૫ ના ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર- ૧૩નું આયોજન થયું હતું. આ જ્ઞાનસત્રમાં પચાસ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો વિષયમાં ૩૦ જેટલા વિદ્વાનોએ પોતાના શોધપત્રો પ્રસ્તુત કર્યા હતા. આ નિબંધો શોધપત્રોને ગ્રંથરૂપે પ્રગટ કરતા અમે આનંદ અનુભવીએ છીએ. જ્ઞાનસત્રના પ્રમુખસ્થાને બિરાજમાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને સત્રના પ્રેરિતદાતા ડૉ. રતનબહેન ખીમજીભાઈ છાડવાનો આભાર. શોધપત્રો પ્રસ્તુત કરનાર તમામ વિદ્વાનોનો આભાર. આ જ્ઞાનસત્ર સફળ બનાવવા માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિકભાઈ શાહ, કુલસચિવ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ડૉ. પૂર્ણિમા મહેતા અને ડૉ. શોભના શાહનો ઋણ સ્વીકાર કરીએ છીએ, આયોજનનો કાર્યભાર સંભાળનાર ડૉ. નલિનીબહેન દેસાઈ, ખીમજીભાઈ છાડવા, યોગેશભાઈ બાવીશી તથા ભાવેશ શાહનો આભાર. જ્ઞાનસત્રના બીજા વિષય “જૈન દર્શન અને ગાંધી વિચારધારા” ના નિબંધો અલગ પુસ્તકરૂપે પ્રગટ કર્યા છે. (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કથાનકોની વિરાટ સૃષ્ટિ આપણી અમૂલ્ય સંપદા છે ! • ગુણવંત બરવાળિયા (ગુણવંતભાઈ સી.એ. સુધી અભ્યાસ કર્યા બાદ ટેક્ષટાઈલ ઈન્ડ.માં પ્રવૃત છે. તેઓએ ૬૦ જેટલા પુસ્તકોનું સર્જન - સંપાદન કર્યું છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે અને કેટલીક ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.) જગતભરમાં કથાસાહિત્યનું સ્થાન અદ્વિતીય અને અનુપમ છે. कहा-बंधे त णस्थि जयम्मि जं कह वि चुक्का कुवलयमाला જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જેને કથારચનામાં સ્થાન મળ્યું ન હોય. પ્રત્યક્ષ દુનિયામાં જે માનવપ્રજા વસે છે તેમાં ભણેલા, કુશાગ્રબુદ્ધિવાળા અલ્પ છે કે જે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મ, યોગ, પ્રમાણશાસ્ત્ર જેવા ગહન અને તાત્ત્વિક વિષયોમાં રસ લઈ ઊંડા ઊતરી શકે. આથી તેઓને સ-રસ અને સમજ પડે તેવા અને તે સમજ દ્વારા જીવનનો રસ માણી શકાય તેવા સાહિત્યની અપેક્ષા છે. આથી આપણા પૂર્વ ઋષિમુનિઓએ વિપુલ પ્રમાણમાં કથાઓ દ્વારા તેમની અપેક્ષાને પૂર્ણ રીતે સંતોષી છે. તેઓના સપ્તરંગી મેઘધનુષ્યની વિવિધતા અને ભાતીગળ મનોરંજનથી ભર્યું કથાસાહિત્ય આપણી જાતની સૂધબૂધ વિસરાવી કથારસના અલૌકિક પ્રદેશમાં દોરી જાય છે. વિશ્વના કોઈપણ ધર્મ-દર્શન, શિક્ષણ કે સમાજના ક્ષેત્રમાં સિદ્ધાંતો કે નિયમો સમજાવવા કે જે તે ક્ષેત્રના સહેતુ બર લાવવા પ્રેરકબળ તરીકે કથાનકોનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવામાં આવ્યો છે; જેમાં જીવનમાં ઘટિત થયેલા પ્રેરક પ્રસંગો, ઉપનય કથાઓ, દષ્ટાંત કથાઓનો સમાવેશ કરવામાં આવે છે. મુંબઈ તા. ૦૧-૧૨-૨૦૧૫ ગુણવંત બરવાળિયા (9)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 109