Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 613
________________ પ્રકરણ ૧૮] સાતની દીક્ષા. અનુસુંદરની પ્રગતિ. ૨૦૨૭ અનુસુંદર રાજર્ષિને તે વખતે મનમાં ઘણું જ સંતોષ થયો, અત્યંત શાંતિ થઈ, કર્તવ્યપૂર્ણતાના માર્ગ પર આવવાની સુંદર સ્થિતિનું ભાન થયું અને પોતાની જાતને અહોભાગ્ય માનતાં એકાંતમાં રાત્રે તે ધ્યાનપર ચઢી ગયા. એમની લેશ્યાઓ વધારે શુદ્ધ થતાં તે *ઉપશમ શ્રેણિએ ચઢી ગયા અને ઉપશાંતમૂહ ગુણસ્થાનકે આરૂઢ થયા. આચાર્ય ભગવાનના કહેવાથી બીજા મુનિઓને જણાયું કે અનુસુંદરને મરણ સમય નજીક આવ્યું છે એટલે તેઓ સર્વ તેની નજીક આવી તેને સમાધિ ઉપજાવવા લાગ્યા, તેને એગ્ય રીતે જાગ્રત કરવા લાગ્યા, તેને નિઝામણું કરાવવા લાગ્યા. તે વખતે તેનું આયુષ્ય પૂર્ણ થયું. આ શરીરરૂપ પાંજરું મૂકી અનુસુંદર સર્વાર્થસિદ્ધ વિમાને ગયા અને ત્યાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા મટી ઋદ્ધિવાળા દેવ થયા. સવારે એ હકીકતની ખબર પડતાં ચતુર્વિધ શ્રમણસંઘ એકઠા થયે. વિધિપૂર્વક મુનિ મહારાજ રાજર્ષિ અનુસુંદરના મૃત શરીરનો તેઓએ સંસ્કાર કર્યો અને મનુષ્યોએ તથા દેએ તેની પૂજા કરી. ૧ ઉપશમ શ્રેણિક ભેગા કર્મો બાકી રહે છતાં આત્મા જ્યારે પ્રગતિ થાય છે ત્યારે તે ઉપશમ શ્રેણિ માંડે છે. ભેગવવાનાં કમોને ડાબી દઈને આગળ ઉડે છે. ત્યાંથી બાકીનાં કમોં ભેગવવાં પાછા તે ઉતરવું પડે છે પણ એક વાર ઉચ્ચ શાનો સ્વાદ લઈ આવે છે. આવી ઉપશમ શ્રેણિ એક ભવમાં બેવાર કેટલાક પ્રાણી માંડે છે અને આખી સંસારયાત્રામાં ચાર વાર થાય છે. અગીઆરમાં ગુણસ્થાનકેથી પાછો પડી જાય છે ને સાતવેદની ભેગવે છે. અંતે જરૂર મેક્ષ જાય છે. કેટલાક સીધી ક્ષપક શ્રેણિ જ માંડે છે તે તે આગળ વધતા જ જાય છે, તેને પાછા હઠવાની જરૂર પડતી નથી. આ ઉપશમ શ્રેણિની હકીકત બીજ કર્મગ્રંથમાંથી જોઇ લેવી. ૨ નિઝામણા અંત્ય સમયની આરાધના. ૩ સવયંસિદ્ધઃ ભેગા કર્મો ભોગવવાં જ્ઞાનાનંદમાં કાળ ગાળવા માટે આ પાંચમું વૈમાનિક દેવોનું સ્થાન છે. ત્યાં સુખશધ્યામાં પડ્યા પડ્યા તેત્રીશ સાગરપમ સુધી જ્ઞાનને આનંદ કરે છે. ત્યાંથી ચ્યવન થયા પછી મનુષ્યને ભવ પામીને તે જ મનુષ્યના ભવેથી મેક્ષ જાય છે. પુણ્યના વધારાને સરખે હિસાબ કરવા જ આ સ્થિતિ થાય છે. ત્યાં ઉપાધિ કઈ પ્રકારની નથી, છતાં સેનાની બેડી જેવી સ્થિતિ છે. મોક્ષને આનંદ આત્મિક છે, અદ્ભુત છે; તેના પ્રમાણમાં આ આનંદ કાંઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676