Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 665
________________ પ્રકરણ ૨૩] તેટલા માટે. ૨૦૭૪ હતું અને તેથી જાતિસ્મરણ જ્ઞાનને પરિણામે આ આખી વાર્તા તેના મુખમાં મૂકવામાં આવી તે શાસ્ત્રજ્ઞા પ્રમાણે અને યુક્તિસર છે, કારણ કે આગમમાં મતિજ્ઞાનની વાસનાને કાળ અસંખ્ય કહ્યો છે અને અસંખ્ય કાળ સુધી એવી વાસના ન રહી શકે એવું શાસ્ત્રમાં એક પણ વચન નથી. ત્યાર પછી અનેક ભવો થાય તે પણ એ વાસના રહી શકે છે તેથી અનુસુંદરના મુખમાં આ વાત મૂકી છે તેમાં કાંઈ વિરોધ નથી.' ભાવાર્થ. શરૂઆતથી માંડીને આખા ગ્રંથનો ભાવાર્થ નીચે પ્રમાણે છેઆખા ગ્રંથમાં મુદ્દાની વાત એ છે કે – कुशलकर्मविपाकवशादहो जगति किञ्चिदिहास्ति न दुर्लभम् । सकलभोगसुखाधिकमुच्चकैः शमसुखं प्रतिभाति च धीमताम् ॥ परमकोटिगतोऽपि पुनर्नरः प्रबलतामुपगम्य निपात्यते।। खलमलैरतिभीमभवोदधौ यदि न वेत्ति स तां तदातिताम् ॥ नरकयोग्यकृताशुभकर्मकः पुनरुपैति शिवं गतकल्मषः। यदि सदागमबोधपरायणः क्षणमपि प्रकरोति शुभं नरः ॥ इदमवेत्य मनोमलवर्जनं लघु विधाय सदागमसेवनम् । कुरुत तेन हि याथ शिवं यथाऽऽगमवशादनुसुन्दरपार्थिवः॥ આ સંસારમાં કુશળ કર્મ(પુણ્ય)ના વિપાક (ફળ)ને પરિણામે એવી કઈ પણ વસ્તુ નથી કે જે મળવી દુર્લભ હોય; એથી “સર્વ પ્રકારના ભોગો અને સુખો મળી શકે છે; છતાં બુદ્ધિમાન માહુસેને તો શમસુખ જે શાંતિનું સામ્રાજ્ય છે તે જ મેળવવું યોગ્ય લાગે છે. ૧ આટલો ખુલાસો કરવાનું કારણ એમ જણાય છે કે કોઇએ શ્રી સિદ્ધાર્ષિગણિને પ્રશ્ન કર્યો હશે કે આટલા ભવાની વાત સંસારીજીવ કેમ કહી શકે? કેઇ કેવળીના મુખમાં આ વાત મૂકી હેત તે સવાલ ન થાત. એ શંકાનો ખુલાસે શાસ્ત્રાધારે કર્તાએ અત્ર કર્યો જણાય છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તેની વાસના અસંખ્ય કાળ સુધી રહી શકે છે. પ્રાચીન પુરૂની આ વિશિષ્ટતા છે કે શાસ્ત્રમર્યાદા જરા પણ ઉલંઘન ન થાય તે માટે તેઓ બહુ ચીવટ રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676