Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 669
________________ ગ્રંથકર્તાની પ્રશસ્તિ. (આ પ્રશસ્તિપર ગ્રંથકર્તાના સમયને અંગે માટે સવાલ હેવાથી મૂળ અને ભાષાંતર બન્ને આપ્યા છે.) द्योतिताखिलभावार्थः सद्भव्याब्जप्रबोधकः । સૂર (?) જામવીરઃ સાક્ષારિત્ર રિવાજ છે ? स निवृत्तिकुलोद्भूतो लाटदेशविभूषणः। आचारपञ्चकोद्युक्तः प्रसिद्धो जगतीतले ॥ २ ॥ अभूद्भूतहितो धीरस्ततो देल्लमहत्तरः । ज्योतिर्निमित्तशास्त्रज्ञः प्रसिद्धो देशविस्तरे ॥३॥ પ્રસિવિસ્તર (વંતરે) ततोऽमृदुल्लसत्कीर्तिर्बह्मगोत्रविभूषणः । दुर्गस्वामी महाभागः प्रख्यातः पृथिवीतले ॥ ४ ॥ સર્વ ભાવાર્થોને પ્રકાશ કરનાર અને ભવ્ય પ્રાણ રૂપ કમળને જાગૃત કરનાર અને વિકસાવનાર સાક્ષાત્ સૂર્ય જેવા તેજસ્વી શ્રી સૂરાચાર્ય થયા. ૧. તેઓશ્રી લાટ દેશના (ભરૂચ નજીકનો પ્રદેશ) આભૂષણ ભૂત હતા, નિવૃત્તિ કૂળમાં ઉત્પન્ન થયેલા હતા, પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર) પાળવામાં સર્વદા તત્પર હતા અને જગતમાં સારી રીતે પ્રસિદ્ધિને પામેલા હતા. ૨. ત્યાર પછી દેહુ મહત્તર થયા. તેઓ પ્રાણીઓને હિત કરનાર હતા, ધીરવીર હતા, જ્યોતિષ અને નિમિત્તશાસ્ત્રના જાણકાર હતા અને દેશના મોટા ભાગમાં પ્રસિદ્ધ હતા (અથવા ફલાદેશ નામના તિજ્ઞા વિષયમાં નિષ્ણુત હતા-પાઠાંતરે) ૩. ત્યાર પછી બ્રાહ્મણ ગોત્રના આભૂષણભૂત મહાભાગ્યવાનું અને વિસ્તરતી–વધતી જતી કીર્તિવાળા દુર્ગસ્વામી થયા; તે પૃથ્વીતળ ઉપર ખ્યાત કીર્તિવાળા થયા. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 667 668 669 670 671 672 673 674 675 676