Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 661
________________ પ્રકરણ ૨૩] તેટલા માટે. ૨૦૭૫ યોગ્યતાને ઉત્પન્ન કરનાર છે, ગુણોની ખાણ છે, ભવિષ્યમાં થનારી કલ્યાણપરંપરાને સૂચવનાર છે અને અમૃતને વેગ જેમ ઝેરને નાશ કરનાર છે તેમ તે કર્મના ઝેર રૂપ મહા આકરા વિષને નાશ કરનાર છે. જેવી રીતે એ મહાભદ્રા સાથીએ પિતાનાં વચનદ્વાર પેલી સુલલિતામાં સદાગમ ઉપર ભક્તિ ઉત્પન્ન કરી અને પુંડરીકની ધાવમાતા તરીકે કાર્ય બજાવી તેને ભગવાન્ સાથે પરિચય કરાવી આપે તેમ હાલ પણ સુસાધુઓ પારકાનું હિત કરવામાં જ તત્પર રહેવાના સ્વભાવવાળા થઈને ભારેકમી ભવ્ય પ્રાણીઓ તરફ નિકૃત્રિમ સ્નેહભાવને દેખાડતાં ગમે તે પ્રકારે તેઓમાં સર્વર ભગવાનનાં આગમ ઉપર ભક્તિ ઉત્પન્ન કરે છે. વાત એમ છે કે સર્વજ્ઞનાં આગમ ઉપર ગમે તે પ્રકારે એકવાર ભક્તિ જાગૃત થઈ હોય-ઉત્પન્ન થઇ હોય તો પછી તે કર્મરૂપ કચરાને ધોઈ સાફ કરનારી થાય છે, જીવરને ધનારી (વિશુદ્ધ બનાવનારી) થાય છે, સંસારપ્રપંચને મૂકાવનારી થાય છે, તમાર્ગને બતાવનારી થાય છે અને પરમપદને સાધનારી થાય છે, * અનુસુંદર ચકવતીએ પિતાને જ્ઞાન ઉત્પન્ન થયા પછી સુલલિતા અને પુંડરીકને સંવેગ ઉત્પન્ન કરવા માટે પોતાના સંસારભ્રમણનું આખું ચરિત્ર ઉપમા વડે વિસ્તારથી તેઓ સમક્ષ કરી સંભળાવ્યું તે ઘણે ભાગે (પ્રાયે) સર્વ જીવોને સમાન વર્તે છે તે આવી રીતે – - જ્યારે કેટલાક જીવો કઈ વાર મોક્ષ જાય છે ત્યારે લેકસ્થિતિના સાર્વજનિક નિવેગ અનુસારે કર્મપરિણામના હુકમથી જ હેય તેમ ભવિતવ્યતાને વશે કેટલાક (તેટલા જ ) જીવો અસાંવ્યાવહારિક રાશિમાંથી બહાર નીકળે છે, ત્યાર પછી તેઓ જુદે જુદે પ્રકારે અનંત ભવભ્રમણ કરે છે, એમ કરતાં મહા મુકેલી એ કઈ વાર મનુષ્યનો ભવ તેમને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે વળી કોધ વિગેરે દેષ સેવીને તેઓ મનુષ્યને ભવ હારી જાય છે અને એવી રીતે મોક્ષસાધન કરવાની મળેલી દુર્લભ તક ગુમાવી બેસે છે, એમ કરતાં કરતાં વળી કોઈ વાર ૧ મોક્ષ નિરંતર વહે છે. ૨ જુએ નેટ પૃ. ૩૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676