Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 652
________________ ૨૦૬૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ વળી આજે તમારા પર જે પદનું આપણું કરવામાં આવે છે તે આ દુનિયામાં સર્વથી ઉત્તમ સંપત્તિઓનું પદ છે, મહાસ્થાન “છે; એ સ્થાને મહાસત્ત્વ ધીર વીર પુરૂષ અગાઉ આવી ગયા છે “ અને એ આત્મસંપત્તિઓનું અતિ પવિત્ર સ્થાન છે. ભાઈ ! એ પદ “ ભાગ્યશાળીઓને જ અપાય છે. જે મહાસ એ પદને પાર પામે છે તેઓ ખરેખર ધન્ય છે. એવા ભાગ્યવાનું રતાધિકે એ પદને પાર પામીને સંસારને પણ પાર પામે છે. આ સર્વ મહાત્મા સાધુઓને સમુદાય સંસારઅટવાથી ભય પામીને મુંઝાઈ ગયેલું છે તે અત્યારથી તારે શરણે છે, તે તેઓને “સંસારઅટવી ઓળંઘાવી શકે તે શક્તિમાન છે અને તેટલા માટે “એ મુનિસમુદાય તારે શરણે આવ્યો છે. પિતે પરમ ઐશ્વર્યયુક્ત (પરમેશ્વરના) નિર્મળ ગુણેને પ્રાપ્ત કરીને ભાગ્યશાળી પ્રાણીઓ સંસારથી ભય પામેલા પ્રાણીઓનું રક્ષણ કરે છે, તેમને સંસારભયથી મુક્ત કરે છે. હવે એ સંસારીજી ખરેખરા ભાવગથી પીડાતા છે અને તે સાચો ભાવ વૈદ્ય છે; તો તારે એવા “ઉત્તમ સંસારી જીવોને ભાવવ્યાધિના દુઃખથી પ્રયત્નપૂર્વક છોડાવવા પ્રયાસ કરવો જોઈએ. જે ગુરૂ પતે ચારિત્ર ક્રિયામાં અપ્રમત્ત હોય છે, પારકાનું હિત કરવામાં ઉદ્યમવાળા હોય છે, મેક્ષ ઉપર દૃઢ લક્ષ્યવાળા હોય છે અને સંસારકેદખાના તરફ તદ્દન નિઃસ્પૃહ હોય છે તેઓ પ્રાણીઓને દુઃખ અને વ્યાધિથી મૂકાવી શકે છે. “તું આ સ્થાનને ગ્ય છે અને તને આવા પ્રકારે પ્રેરણા કરવી એ કલ્પ છે (શાસ્ત્રની આજ્ઞા છે, તેથી મેં તને આટલી પ્રેરણા “ કરી છે. ટુંકામાં તારે તારા ગચ્છાધિપતિના સ્થાનને અનુરૂપ પ્રયત્ન સર્વદા કરો.” આ પ્રમાણે ધનેશ્વરસૂરિને આચાર્ય પુંડરીકે અનુશાસન કર્યું તે વખતે સર્વ હકીકત ધનેશ્વરસૂરિ માથું નીચું નમાવીને વિનયપૂર્વક સાંભળી રહ્યા. ત્યાર પછી આચાર્યશ્રીએ શિષ્યવર્ગ તરફ નજર ફેરવીને નીચે પ્રમાણે ઉપદેશ આપે – હે શિષ્ય! તમારે સર્વેએ લક્ષ્યમાં રાખવું કે આ ધનેશ્વરસૂરિ એક ખરેખર સંસારસાગરને ઉતારી આપનાર મજબૂત વહાણું જેવા છે અને તમારે એ સાગરને પાર પામવો છે-તે તમારે એ “વહાણને કદિ પણ છોડવું નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676