Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 653
________________ પ્રકરણ ૨૨] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૬૭ “તમારે એની તરફ હમેશા અનુકૂળ થઈને રહેવું અને કદિ પણ એને પ્રતિકુળ થઈને કાંઈ કરવું નહિ, એના હુકમમાં સર્વદા રહેવું જેથી “ તમે તમારાં ઘરબારનો ત્યાગ કરી આટલે મોટે ભેગ આપે છે તે બસ સફળ થાય. જે તમે એમ નહિ કરે અને એને પ્રતિકુળ થઈને “રહેશે તો આ આખા જગતના બંધુ શ્રીતીર્થકરદેવની આજ્ઞાને “ તમે લેપ કરેલે ગણશે અને ભગવાનની આજ્ઞાનો લોપ કરવાથી આ ભવમાં અને પરભવમાં તમને અનેક પ્રકારની વિડંબનાઓ ઉત્પન્ન થશે તે તો તમે સમજે છે–તેથી તમારે એની આજ્ઞામાં સર્વદા અનુકૂળપણે રહેવું. એક કુળવધૂ હોય અને કેઈ કાર્યને અંગે ખલના થવાથી સાસુ સસરા પતિ આદિથી કદાચ તિરસ્કાર પામી હોય અથવા તેને ગમે તેમ કહેવામાં આવ્યું હોય તે પણ જેમ તે “સસરાના ઘરને અને પતિના પાદસેવનને છોડતી નથી તેવી રીતે “તમારા કાર્યને અંગે તમને નિયંત્રણું કરવામાં આવે કે તમને તર“છોડવામાં આવે તે પણ તમારે તેઓશ્રીનાં પાદમૂળને જીંદગીપર્યંત છોડવાં નહિ, તેના તરફ જરા માત્ર પણ અનાદર કરે નહિ. “જેઓ ગુરૂમહારાજની સેવના સર્વદા ઉઠાવી રહે છે તેઓ જ ખરા જ્ઞાનને યોગ્ય છે, તેનું જ દર્શન નિર્મળ છે અને તેઓનું જજ ચારિત્ર સ્થિર (નિષ્પકંપન હાલે ચાલે તેવું) છે. પુંડરીક પ્રણિધાન, આ પ્રમાણે શિષ્ય સમક્ષ પુંડરીક આચાર્યે સંભાષણ કર્યું, શિએ એ વચનને નમન કરી અંગીકાર કર્યું અને પુનઃ ગુરૂ મહારાજને વંદના કરી. આ પ્રમાણે પોતાનું કર્તવ્ય બજાવીને પુંડરીકસૂરિએ ગણને છોડી દીધો અને પોતે કઇ ગિરિગુફા તરફ પ્રયાણ કર્યું. ગિરિગુફામાં જઈને તેઓ સ્થીર થયા. મહાતપના અનુષ્ઠાનથી તેમના શરીરમાંથી લેહીમાંસ વિગેરે સુકાઈ જઈને માત્ર હાડકાં અને ચામડાં રહ્યાં છતાં એ ધીર મનસ્વી મહર્ષિ પરીષહ સહન કરવા માટે એક શુદ્ધ શિલાતલ ઉપર સ્થિત થઈ ગયા. ત્યાર પછી તેઓશ્રીએ ભાવપૂર્વક પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરવા માંહ્યું, એના ઉપર ચિત્તને લગાડીને હૃદયમાં સિદ્ધજીવોને સ્થાપન કરીને અને અન્યત્ર નજર કરવાનું પણ દૂર કરીને તેમણે પ્રણિધાન (એકાગ્રપણું) આદર્યું. એવા પ્રકારનું પ્રણિધાન ધર્મ અને શુકલ યાનનું કારણ છે તેથી મહા ભાગ્યવંત સર્વે અત્યંત વિશુધ બુદ્ધિપૂર્વક અને તીવ્ર સંગ સાથે એને આદર કર્યો. એ પ્રણિધાન એમણે નીચે પ્રમાણે કર્યું – ૧ પ્રણિધાન યોગશાસ્ત્ર પ્રસિદ્ધ ચિંતનવિશેષ રૂપ એક પ્રકારની સમાધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676