Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 646
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૮ “સાચા સત્ત્વનું વર્ણન કરી બતાવ્યું. એ સત્વને નિર્ણય કરીને મહા “ગીએ પિતાનાં વિશાળ કાર્યની ઘટના કરે છે. “એ શુદ્ધ સત્વ લેકે માં અવિચળ છે, એક છે, પ્રમાણુથી સિદ્ધ છે અને તેવી જ રીતે મેક્ષ પણ અવિચળ છે, એક છે, પ્રમાણથી “સિદ્ધ છે; અત્યંત આહાદ કરનાર હોવાથી સુંદર છે મોક્ષ. “ અને સુસાધ્ય છે. અનંત શદ્ધ બાધ (જ્ઞાન). “અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્યવાળા અમૂર્ત અને ત્રણ રૂપ વગરના (એકજ રૂપવાળા) આત્માનું “પિતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષનું લક્ષણ છે એટલે કે અનંત જ્ઞાન “ દર્શન આનંદ અને વીર્યવાળે અમૂર્ત એક સ્વરૂપવાળે આત્મા પિતાના અસલ ગુણેમાં રહે તેનું નામ મોક્ષ છે. એ મોક્ષનું લક્ષણ છે. પછી એવું નામ સંસિદ્ધિ કહે કે નિર્દૂતિ કહે, શાંતિ કહે કે “શિવ કહે, અક્ષય કહે કે અવ્યય કહે, અમૃત કહે, બ્રહ્મ કહે કે “નિર્વાણુ કહે એ સર્વે બીજા બીજા શબ્દો છે, પણ એ સર્વ મેક્ષને જ બતાવનારા ધ્વનિઓ છે.' “ આ સર્વ પ્રકારનાં જે કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે તે વેશ્યા શુદ્ધિને માટે જ છે, વેશ્યાશુદ્ધિ મેક્ષ માટે જ છે અને તે મોક્ષ ઉપર જણાવ્યું તેવા પ્રકાર છે. એટલે જેમાં આત્મા સ્વરૂપસ્થિતિ પામે તે જ તેને મેક્ષ છે અને તેવા પ્રકારની લેણ્યાશુદ્ધિ તે મોક્ષનું કારણ છે. “લેશ્યાશુદ્ધિની વિશેષતા કે અલ્પનાતા કારણે દેવગતિમાં અને “થવા મનુષ્યપણુમાં સંગબળે સુખ મળી જાય છે તેને ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓના વિભાગમાં મૂકવામાં આવે છે. ૧ આની સાથે સરખાવોઃ મહાનંદ અમૃતપદ નમે, સિદ્ધિ કૈવલ્ય નામ; અપુનર્ભવ બ્રહ્મપદ વળી, અક્ષય સુખ વિસરામ. સિદ્ધ જગતશિર શોભતા. સંય નિઃશ્રેય અક્ષરા. દુઃખ સમસ્તની હાણે; નિરવરતી અપવર્ગતા, મોક્ષ મુગતિ નિરવાણ. સિદ્ધ જગતશિર શોભતા. અચલ મહોદય પદ લધું, જોતાં જગતના ઠાઠ નિજનિજ રૂપેરે જીજીઆ, વીત્યા કરમ તે આઠ. સિદ્ધ જગતશિર શોભતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676