Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 635
________________ પ્રકરણ ૨૦] વૈઘ થાનક-ઉપનય. ૨૦૪૯ (શક્તિ), અકિંચનતા (ધનત્યાગ), અલભતા (લેભત્યાગ), ગુરૂભક્તિ, “તપ, જ્ઞાન, ધ્યાન અને બીજાઓ જે તેવા જ પ્રકારનાં છે તે જાતે સુંદર હાઈને આસ્તિક તીથીઓનાં સારાં તે લાગે છે પણ માગેલાં ઘરેણાંની પેઠે તે તેમને શોભતાં નથી. એનું કારણ એ છે કે તેઓ “સત્ય પ્રાણદયા બ્રહ્મચર્ય વિગેરેને પાછા પિતાની કલ્પનામાંથી કાઢેલાં બીજ વચને સાથે ભેળવી નાખે છે, એને યજ્ઞ હોમ વિગેરે સાથે જોડી દે છે, એમની સર્વજ્ઞ વચનની બહારની વસ્તુઓ સાથે મેળવણી કરી નાખે છે અને તેથી તે શેભતાં નથી. સર્વ પ્રકારની ઉપાધિઓથી રહિત ગુણોનું જ પ્રતિપાદન કરનાર સર્વદર્શન સર્વ તીર્થોમાં “તે તે અંશે રહેલું છે. આ રીતે સભાવનાવાળું સર્વ ગુણોથી ભરપૂર જૈન તીર્થ સર્વત્ર રહેલું છે. માત્ર બહારનું લિંગ ધર્મનું કારણ નથી. હવે તે સવાલ કર્યો હતો કે એવા પ્રકારના ધ્યાનયોગના બળે એ સર્વ તીથીઓ મોક્ષના સાધક છે કે નહિ તેનો જવાબ ખાસ “ધ્યાન આપીને સમજવા યોગ્ય છે. હું તે હકીકત સ્પષ્ટ કરું છું તે પર તું ચોક્કસ લક્ષ્ય આપજે – બાહાલિંગ, વેશ. “કેટલાક પ્રાણીઓનું વર્તન દુષ્ટ હોય છે અને તેઓ જાતે શુદ્ધ અનુષ્ઠાન વગરના હોય છે. દુનિયામાં આવી ઉપર ઉપરની વાતો કર નાર પણ વર્તન કે અનુષ્ઠાન વગરના પ્રાણીઓ બહુ હોય છે. એવા “લેકે ધ્યાન કરે તે કહેવા માત્ર છે, ઉપર ઉપરનો દેખાવ છે. એવા ઉપર ઉપરના દેખાવ ઉપર વિવેકી પ્રાણીઓએ જરા પણ આસ્થા કરવી યોગ્ય નથી. જેમ ફેતરાંવાળાં ચોખા ( તંદુલ) ઉપરથી કેતરાં પ્રથમ કાઢી નાખવામાં આવે ત્યાર પછી જ તે ચોખા ઉપર જે “કાંઇ મેલ હોય તે શેધી શકાય છે તેમ જીવને અંગે પણ આરંભાદિ “મળને પ્રથમ કાઢી નાખવામાં આવે ત્યાર પછી જ તેના ઉપરના અન્ય મળની શુદ્ધિ કરી શકાય છે. તિરાંવાળાં તંદુલના ફેતરાં દૂર જ કર્યા વગર તેની અંદરનો મેલ શેાધી શકાતું નથી તેમ જે મલીના“રંભી હોય છે તેઓની શુદ્ધિ માત્ર બાહ્ય ધ્યાનથી થતી નથી. જેઓ “ત૭ બાબતોને સાંસારિક બાબતોનો આરંભ સમારંભ કરનાર “હાઈને બાહ્ય ધ્યાન કરવામાં તત્પરતા દેખાડે છે તેવા પ્રાણી ધ્યાન કરવાથી શુદ્ધ થઈ શકતા નથી. જેવી રીતે પેતરાંવાળા ચોખા શુદ્ધ “થઈ શકતા જ નથી તેવી રીતે વર્તન અને અનુષ્ઠાન વગરના માણુKસનો ધ્યાન સાથે સંબંધ સમજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676