Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 605
________________ પ્રકરણ ૧૭] સુલલિતાને પ્રતિબંધ. ૨૦૧૮ ઓને અભ્યાસ કર્યો, અનેક પ્રકારનાં તપ તપ્યાં, પણ પછી તને એક દુર્બુદ્ધિ થઈ આવી, કે એ તો જે કાંઈ કરવાનું હોય તે કર્યા કરવું, એમાં ઝાઝી ધમાલ ન રાખવી, એને માટે મોટો રેળે કરવો નહિ–પછી સ્વાધ્યાય ( અભ્યાસ) કરતાં જે કેળાહળ–અવાજ થાય તે તને ગમે નહિ, વાચના (પાઠ) લેવા ઉપર રૂચિ થાય નહિ, અનેક સવાલો પૂછવા (પૃછના)ની બાબત તને પસંદ પડે નહિ, વાંચેલ ભણેલ બાબત વારંવાર યાદ કરી જવી (પરાવર્તના) દયાનમાં આવે નહિ, અભ્યાસની બાબતમાં અંદર અંદર ચર્ચા (અનુપ્રેક્ષા) કરવી ઠીક લાગે નહિ, ધર્મદેશના આપવી કે સાંભળવી નજરમાં આવે નહિ; અને વળી તને પ્રચલા ઉપર રાગ થયે, અભ્યાસ તરફ ઉદ્વેગ હોવાને કારણે તને મૌન (ચૂપ રહેવું) ઉપર વધારે પ્રેમ છે, પરંતુ એમાં એટલું સારું થયું કે તને તે હકીકત ઉપર ખાસ તીવ્ર અભિનિવેશ ન થ કારણ કે જ્ઞાન-અભ્યાસવાળાની તરફ તું વિરેધીની નજરે જોતી ન હોતી, કઈ બીજો શાસ્ત્રનો અભ્યાસ કરવા ઈચ્છતો હોય તેના માગૅમાં તું કે પ્રકારનાં વિધ્ર નાખતી નહિ, અભ્યાસ કરનારાઓને કઈ વખત હેરાન કરતી કે ત્રાસ પમાડતી નહિ, તેના તરફ કઈ પ્રકારને ખાસ દ્વેષ કરતી નહિ, ધર્મશાસ્ત્રો ભણવનાર ગુરૂને ઓળવતી નહિ, તેમનું નામ પાવતી નહિ, તે કાંઈ ટી આશાતના કરી નહીં પણ કુબુદ્ધિએ કરી જ્ઞાન તરફ એટલી શિથિલતા આવી અને ખાસ કરીને પ્રમાદ (આબસ)ને તાબે થવાની તારી વૃત્તિને પરિણામે તે જ્ઞાનની લઘુ આશાતના કરી તેને લઈને તે એવું કર્મ બાંધ્યું કે જેના પરિણામે તે સંસારચક્રમાં અસંખ્ય કાળ સુધી રખડી અને આવી તદ્દન જડ બુદ્ધિવાળી-ઓછી સમજણવાળી થઈ. જે જે કર્મો કરવામાં આવે છે તેને તેને અંગે કર્મ બંધાય છે, બેદરકારી કે ઉપેક્ષાનું પણ ફળ મળે છે અને ઘણુંખરું પ્રાણીને પૂર્વ ભવના અભ્યાસને અનુરૂપ ભાવે આ ભવમાં થયા કરે છે, વત્ય કરે છે, આ ભવના ભાવોને પૂર્વના અભ્યાસ સાથે કેટલે ગાઢ સંબંધ હોય છે તે તું તારા પિતાના સંબંધ પરથી જ જોઈ ૧ પ્રચલા. બેઠા બેઠા નિદ્રા આવે તે ત્રીજા પ્રકારની નિદ્રા. ૨ અભિનિવેશઃ દુરાગ્રહ. વિચાર વપરની મતચુસ્તતા. ૩ આશાતના આ જૈનને પારિભાષિક શબ્દ છે, કોઈ પણ પ્રકારનો દેવનો છે શાનનો દોષ થાય, તેના તરફ અનાદર કે ઉપેક્ષા થાય તેને આશાતના કહેવામાં આવે છે. એના પ્રકાર સમજવા જુઓ દેવવંદન ભાષ્ય ગાથા ૬૧ મી. તથા ગુરૂવંદન ભાષ્ય ગાથા ૩૫-૩૭ મી. એ મોટી હોય તે બહુ પાપ બંધાય છે. લધુ (નાની) હોય તો અલ્પ પાપ બંધાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676