Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -ક-બહારઝાયો :- ઔદારિક શરીર સહિત આહારક શરીરનો જે વ્યાપાર તે આહારક મિશ્રકાયયોગ કહેવાય આ મિશ્ર યોગ આહારક શરીરનો પ્રારંભ કરતી વખતે અને સંહાર [વિસર્જન કરતી વખતે અંતર્મુહર્ત સુધી હોય છે. –૭ (તૈનસ)કાળ શિવયોગ:-જીવને પરભવમાં વક્રગતિએ જતાં એક-બે ત્રણ સમય સુધી અને સર્વજ્ઞને સમુદ્ધાત વખતે ત્રીજે ચોથે અને પાંચમે સમયે આ કાયયોગ હોય છે. એ સિવાયના સમયમાં ગૌણભાવે હોવાથી તેની વિવક્ષા કરાતી નથી આ સાતમાંથી કોઈપણ કાયયોગ જધન્ય થી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહતી સુધી જ રહે છે. ત્યાર પછી યોગ બદલાઈ જ જાય છે. જેમ કે કાયયોગને બદલે વચનયોગ કે તેને બદલે મનોયોગ પ્રવર્તે છે. તેથી એક યોગ સંબંધિઆશ્રવ પણ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ થી અંતર્મુહર્ત સુધી જ હોય. * वचनयोगः -૧-સત્યવાયો :- સતને સત સ્વરૂપે અને અસત્ નેઅસત્ સ્વરૂપે કહેવું તે સત્ય વચન યોગ છે. અથવા સત્ય વચન બોલવું તે સત્ય વચન યોગ –૨-મસત્ય વનયો સને અસત્ રૂપે અને અસતને સત સ્વરૂપે કહેવું તે અસત્ય વચનયોગ છે. અથવા અસત્ય વચન બોલવું તે અસત્ય વચન યોગ. A –૩-સત્યાસત્ય કે મિશ્રવનયોગ :- મિશ્રપણે કહેવું અર્થાત જેમાં થોડું સત્ય અને થોડું અસત્ય વચન કહેવું છે. જેમ કે ઘેટા-બકરા સાથે જઈ રહ્યા હોય તો પણ “આ ઘેટાઓ જાય છે' તેમ કહેવું તેમાં ઘેટા જાય છે એ સત્ય છે. પણ બકરા પણ જતા હોવા છતાં નકહેવું તે અસત્ય કથન છે માટે તેને મિશ્ર વચનયોગ કહ્યો છે. -૪-ગ્નસત્યાત્મિવવનય :- જેમાં સત્ય પણ નહીં અને અસત્ય પણ નહીં એવા સામાન્ય કથન હોય છે, જેમ કે આવો, બેસો, એ ભાઈ તુ ઘડો લઈ આવ. આવા પ્રકારના કથનોમાં કશું સત્ય નથી અને કશું અસત્ય નથી તેને અસત્યાસત્ય વચનયોગ કહે છે # મનોયો-:- મનોયોગ પણ વચન યોગની જેમ ચાર પ્રકારે છે –૧-સત્યમનોયોગ:- સતને સત રૂપે અને અસત ને અસત રૂપે ચિંતવવું તે સત્ય મનોયોગ -ર-સત્યમનોયોગ:- સતને અસત રૂપે અને અસતને સત રૂપે ચિંતવવું તે અસત્ય મનોયોગ –૩-સત્યાસત્યમનોયો :-મિશ્રરૂપે ચિંતવવું અર્થાત્ સત્ ને સત્ કે અસત્ બંને રૂપે ચિંતવવું અથવા અસત ને અસત્ તથા સત બંને રૂપે ચિંતવવુ. -૪-અસત્યાસત્યમનોયો અથવા વ્યવહાર મનીયો :- આમાં કશું સત્ય ન હોય કે કશું અસત્ય ન હોય તેવા વ્યવહારોની ચિંતવના હોય છે. જેમ કે હું તેને ઘડો લાવવાનું કહેવાનું વિચારું છે. આ રીતે કુલ ૭-કાયયોગ, ૪-વચનયોગ અને ૪-મનોયોગ મળીને કુલ-૧૫ કહ્યા છે. પરંતુ આ કાય-વચન કે મનોયોગ મળીને કુલ-૧૫ યોગ કહ્યા છે. પરંતુ આ કાય-વચન કે મનોયોગને પણ સ્વોપણ ભાષ્યમાંબેભેદે જણાવેલા છે. સ ક્રિો ફ્રિવિધ: રામામગ્ન ! આ ત્રણે યોગ શુભ અને અશુભ એ બે રૂપે છે. ate & Personal Use Only Jain Education Ternational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178