Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 13
________________ સૂત્ર પ–ઇન્દ્રિય, દ્રવ્ય અને ભાવના ભેદવાળી છે. અહીં દ્રવ્ય અને ભાવનો અર્થ વિશિષ્ટ છે. પરંતુ પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ કે આકાશરૂપ નથી. આ વિષયની ચર્ચા અત્યંત માર્મિક છે. સૂત્ર ૬-બેન્દ્રિય, નિવૃત્તિ અને ઉપકરણરૂપ ભેદવાળી છે, પુગલપરિણામરૂપ છે અને ઉપયોગ ઇન્દ્રિયનું નિમિત્ત છે. સૂત્ર –નિવૃત્તિ એટલે ઇન્દ્રિયના બહારના અને અંદરના આકારો નિર્માણનામકર્મથી જન્ય છે, ઉપયોગ ઇન્દ્રિયને જાગૃત રાખવામાં દ્વારભૂત છે. દરેક ઇન્દ્રિયના ભિન્ન ભિન્ન આકારો વાંચવા જેવા છે. સૂત્ર ૮-અંદરના આકારરૂપ નિવૃત્તિ ઇન્દ્રિયમાં રહેલી, પોતપોતાના વિષયના ગ્રહણની વિશિષ્ટ શક્તિ “ઉપકરણ ઇન્દ્રિય' છે. શક્તિ અને શક્તિમાનનાં કથંચિત્ અભેદ હોવાથી મુગલ શક્તિ હોઇ ‘દૂબેન્દ્રિય' કહેવાય છે. અંદરનો આકાર રહેવા છતાં આ પુદ્ગલ શક્તિના નાશમાં વિષયનો ગ્રાહક જીવ થતો નથી. આ વૈજ્ઞાનિકવિષયની ચર્ચા અવલોકનીય છે. સૂત્ર ૯-ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિ ઇન્દ્રિયરૂપ ભાવ ઇન્દ્રિયની સત્તામાં દ્રવ્યન્દ્રિયની તથા ઉપયોગ ઇન્દ્રિયની સત્તા છે. તેના અભાવમાં તેનો અભાવ છે. આ વસ્તુસ્થિતિનું વિવેચન નિરીક્ષણીય છે. સૂત્ર ૧૦–વિષયના ગ્રહણ નિમિત્તે પ્રવર્તેલો આત્મવ્યાપારરૂપ વિશિષ્ટ પરિણામ “ઉપયોગ,” અહીં ઉપયોગ ઇન્દ્રિયનો ગંભીર અર્થ, ઉપયોગના ભેદો અને ઇન્દ્રિયોના લાભનો ક્રમ વિશિષ્ટ પદ્ધતિથી દર્શાવેલ છે. સૂત્ર ૧૧–આ જ જ્ઞાનરૂપ ઉપયોગ, સ્વ-પરનિર્ણયમાં સાધકતમ હોવાથી પ્રમાણ છે, પરંતુ સંનિકર્ષ કે દ્રવ્ય ઇન્દ્રિય પ્રમાણરૂપ નથી, એની વિશિષ્ટ ચર્ચા અને કેવલજ્ઞાન તથા કેવલદર્શનમાં ક્રમિક ઉપયોગ, યુગપદ્ ઉપયોગના વાદીઓનો સંવાદ અને સમાધાન સરસ દર્શનીય છે. દ્રવ્ય ઇન્દ્રિય બે, ભાવ ઇન્દ્રિય બે-એમ ચારેય ભેગી થયેલી જ શબ્દ આદિ વિષયોનું ગ્રહણ કરે છે અને ઇન્દ્રિય તરીકેના વ્યવહારને ભજે છે. સૂત્ર ૧૨–લૌકિકવ્યવહાર પ્રસિદ્ધ ક્રમની અપેક્ષાએ, “પણ: પુતાઃ ' એ સૂત્રના અનુસાર અનાનુપૂર્વી ક્રમ પણ શાસ્ત્રસિદ્ધ હોઇ “ચક્ષુ' રસન, પ્રાણ, વફ, શ્રોતરૂપ પાંચ ઇન્દ્રિયો છે. સૂત્ર ૧૩–અહીં ઇન્દ્રિયપદથી નિવૃત્તિ આદિ ચાર સમજવી, કેમ કે-ચારમાંથી કોઈ એકના અભાવમાં રૂપગ્રહણનો અસંભવ છે. ચક્ષુરૂપ ઇન્દ્રિય લક્ષ્ય છે. રૂપવિષયક જ્ઞાન સાધન છતે ઇન્દ્રિયપણું “ચક્ષુનું લક્ષણ છે. પદકૃત્ય અવલોકનીય છે. ચક્ષુ અને મન-બે અપ્રાયપ્રકાશકારી છે. એ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યપ્રકાશકારી છે, કેમ કે-ઉપઘાત અને અનુગ્રહનું દર્શન હોઇ રસન આદિ ચારેયમાં પ્રાપ્યકારિત્વ છે. ઇત્યાદિ વિષયની ચર્ચા ઘણી રસપ્રદ છે. વર્ણવાળા દ્રવ્યનો અને વર્ણનો કથંચિત્ તાદાભ્યસંબંધ વિશિષ્ટ બુદ્ધિ નિયામક માનવો વ્યાજબી છે. એની પણ ચર્ચા ઠીક ઠીક છે. રૂપના ભેદો પણ વર્ણિત છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 776