Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 12
________________ ७ સૂત્ર ૧૦–સ્વસ્વભાવરૂપ કેવલજ્ઞાન આત્મસ્થ હોતું જ પ્રમેય માત્રનો પરિચ્છેદ કરે છે. વિષયનો સંયોગ કરીને વિષયને જાણતું નથી. અતઃ અપ્રાપ્યકારી છે તથા કેવલજ્ઞાનવાળા સર્વ અરિહંત વર્ધમાનસ્વામી આદિ છે, કેમ કે -નિર્દોષ છે. બીજા કપિલ આદિ નહીં, કેમ કે અરિહંતદેવનું જ પ્રમાણાવિરોધી વચન છે. ઇત્યાદિ સુચારૂ ચર્ચા વિલોકનીય છે. સૂત્ર ૧૧–અવિધ અને મન:પર્યાયજ્ઞાનમાં ક્રમશઃ રૂપીદ્રવ્યવિષયકત્વ અને મનોમા દ્રવિષયકત્વ હોઇ વિકલત્વ છે. ક્ષાયોપમિક હોઇ કેવલજ્ઞાનથી ભિન્નતા અને તે બંને કેવલીમાં અવિદ્યમાનતા સૂચવેલ છે. સૂત્ર ૧૨–નિયમા ઇન્દ્રિય અને મનની અપેક્ષા વગરનું રૂપીદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યના વિષયવાળ સાક્ષાત્કાર ‘અવિધ’નું લક્ષણ છે. અહીં નવ્યન્યાયની પદ્ધતિથી થતું લક્ષણ અને તેના પદકૃત્યો તથા અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ અસંભવ દોષત્રયની શૂન્યતા કેવી છે ? એ બરાબર અહીં દર્શનીય છે. સૂત્ર ૧૩-૧૪–અનુગામી, હીયમાન, વર્ધમાન, પ્રતિપાતિ, સૂત્ર ૧૫ થી ૧૮-અપ્રતિપાતિ, એમ અવધિજ્ઞાનના છ ભેદોનું વર્ણન વિશિષ્ટ છે. સૂત્ર ૧૯-૨૦—સંયમની વિશુદ્ધિથી જન્ય, દ્રવ્યમનના પર્યાયનું માત્ર સાક્ષાત્કારી જ્ઞા ‘મન:પર્યાયજ્ઞાન.’ અહીં દર્શન વગર જ્ઞાન કેવી રીતે ? આ પ્રશ્નની વિશદ ચર્ચા અવલોકનીય છે ઋન્નુમતિ મન:પર્યાયજ્ઞાન કદાચિત્ પડે છે, જ્યારે વિપુલમતિ કેવલજ્ઞાન સુધી રહે છે. એવો અ. બેમાં ભેદ છે. (બીજું કિરણ) સૂત્ર ૧–સાક્ષાત્ આત્માથી જે જ્ઞાન જન્ય થતું નથી, પરંતુ વ્યવધાનકારક ઇન્દ્રિય આ.િ નિમિત્તની અપેક્ષાથી વ્યવહિત આત્મદ્રવ્યજન્ય જ્ઞાન ‘પરોક્ષ' છે. અહીં બધાય જ્ઞાનોમાં જે નિમિત્તની અપેક્ષા છે, તો બધાય જ્ઞાનો પરોક્ષ કહેવાશે ને ? આ પ્રશ્નની ચર્ચા ઠીક ઠીક જોવ જેવી છે. સૂત્ર ૨–ઇન્દ્રિયથી, મનથી કે તદુભયથી જન્ય પ્રત્યક્ષજ્ઞાન ‘સાંવ્યવહારિક પ્રત્યક્ષ' છે. અહ લક્ષણ અને તેનું પદકૃત્ય વિશેષતઃ વિલોકનીય છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષના ઉદયમાં અપેક્ષાકારણ અંતરંગકારણ અને પારમાર્થિકકારણ અવશ્ય અવલોકનીય છે. સૂત્ર ૩–સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં સ્પષ્ટ અવભાસત્વ અનુમાન આદિ કરતાં વિશેષોન પ્રકાશનરૂપ જ છે. એ પ્રબલતર જ્ઞાનાવરણીય-વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમવિશેષથી થાય છે. રૂ આદિની માફક આ પદાર્થ ગુણ નથી, એવો શાસ્રાર્થ દર્શનીય છે. સૂત્ર ૪–સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં ઐન્દ્રિય અને માનસ પ્રત્યક્ષના લક્ષણો અને તેઓના પદકૃત્યો મૂલ્યવંતા છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 776