Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
( સૂત્રગત વિશેષતાઓ )
(બીજો ભાગ-પ્રથમ કિરણ) સૂત્ર ૧–અહીં વિષય તરીકે “મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ-એમ પાંચ સમ્યજ્ઞાનો છે. જ્ઞાનપદમાં બહુવચન પ્રત્યેકમાં જ્ઞાનત્વદર્શક છે. જ્ઞાન આત્માનો સ્વપરપ્રકાશક અસાધારણ ગુણ છે. તે આત્માથી કથંચિત્ ભિન્નભિન્ન છે. કેવલજ્ઞાન=સકલ ઘાતકર્મના ક્ષયવાળા જીવનો ક્ષાયિક સ્વભાવરૂપ જ્ઞાન. મત્યાદિ ચાર જ્ઞાનો સર્વાતિ કેવલ જ્ઞાનાવરણ સર્વથા સર્વ જ્ઞાનોમાં આવરણ નહીં કરી શકતું હોવાથી, જે વખતે આ “મંદપ્રકાશ” કેવલજ્ઞાનાવૃત્ત જીવને હોય છે, તેના જ મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવરૂપ ચાર જ્ઞાન લાયોપથમિક કહેવાય છે. હેતુપૂર્વક મતિ આદિ પાંચ જ્ઞાનોના ક્રમનો ઉપવાસ છે.
સૂત્ર ર–મતિ આદિ પાંચ જ્ઞાન પ્રમાણ તરીકે કહેવાય છે. તેમના હાનમાં, ઉપાદેયના ઉપાદાનમાં સમર્થ જ્ઞાનો જ પ્રમાણ છે, પરંતુ તૈયાયિક આદિ અભિમત અજ્ઞાનરૂપ સન્નિકર્ષ આદિ પ્રમાણ નથી. વિષય પદાર્થ પ્રત્યે મુખ્ય કારણરૂપે સ્વ-પરપ્રકાશક ઉપયોગરૂપ ભાવેન્દ્રિય જ્ઞાનરૂપ જ છે. ગૌરવૃત્તિથી લબ્લિન્દ્રિય અને નિવૃત્તિ-ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય કારણ છે.
સૂત્ર ૩યથાર્થ સ્વ-પરપદાર્થ નિર્ણાયક જ્ઞાનપણું લક્ષણ છે અને પ્રમાણ લક્ષ્ય છે. આ પ્રમાણે લક્ષ્ય-લક્ષણભાવ છે. જો કે પ્રમાણ શબ્દના સર્વ કારકોથી અને વ્યુત્પત્તિથી આત્મા આદિ અનેક અથ થાય છે, તો પણ પરીક્ષામાં સમર્થ જ્ઞાનનો જ પ્રમાણરૂપે અધિકાર છે. લક્ષણ અને લક્ષ્યગત ઉદેશ્યવિધેય ભાવની ભિન્ન ભિન્નરૂપે થતી છણાવટ ગજબની છે. વળી યથાર્થ સ્વાર્થ પરિચ્છેદમાં જ્ઞાન સાધનતમ કારણ છે, જડ સંનિકર્ષ આદિ નહીં. આ વિષયનો શાસ્ત્રાર્થ મનનીય છે. લક્ષણના પદકૃત્યનું વિવરણ પ્રતિભાગમ્ય છે. વિવિધ દર્શન અભિમત પ્રમાણના લક્ષણોના અસ્વીકારમાં દલીલો અકાઢે છે.
સૂત્ર ૪–અહીં પ્રમાણની સંખ્યાના નિયમનો વિષય છે. સમ્યજ્ઞાનરૂપ પ્રમાણના (૧) પારમાર્થિક પ્રત્યક્ષ અને (૨) પરોક્ષના ભેદે બે ભેદો છે. ચાર્વાકની માફક એક પ્રત્યક્ષરૂપ પ્રમાણ જો નથી, તો અનુમાન આદિ પ્રમાણો કેવી રીતે માન્ય છે? આના જવાબમાં અનુમાન અને આગમપ્રમાણો પરોક્ષપ્રમાણમાં અંતભૂત છે. ઉપમાન પ્રમાણ પરોક્ષના ભેદરૂપ પ્રત્યભિજ્ઞાનમાં અંતર્ગત છે. અર્થપત્તિપ્રમાણ અનુમાન પ્રમાણમાં અંતભૂત છે. અનુપલબ્ધિપ્રમાણનો સાંવ્યવહારિક પ્રત્યક્ષપ્રમાણમાં સમાવેશ છે. પ્રત્યક્ષમાં પારમાર્થિક વિશેષણ વાસ્તવિક રીતે પરોક્ષભૂત સાંવ્યવહારિક પ્રત્યક્ષનું વ્યવચ્છેદક છે, કેમ કે-ઇન્દ્રિય-અનિન્દ્રિય આદિ બાહ્ય સામગ્રી સાપેક્ષ