________________
સુત્ર કૃતાંગ સત્ર એક જ ઉ૦ કે
સિદ્ધિની પ્રાપ્તિ બતાવે છે, કેટલાએક બતાવે છે કે અમારાં અનુષ્ઠાને કરવાથી મોક્ષ પ્રાપ્તિ પહેલાં આ જન્મમાં આઠ પ્રકારની ઐશ્વર્યવાળી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, (ગવિદ્યાના પ્રભાવથી શરીરને સક્ષમ બનાવવું, રૂસપાન હલકું બનાવવું, શરીરને મોટું બનાવવું, ઈચ્છા પ્રમાણે વસ્તુને પ્રાપ્ત કરવી, શરીર તથા મનને કબજામાં રાખવા અન્ય જીને પિતાને વશ કરવા, ચાલવામાં કોઈ વસ્તુને પ્રતિઘાત ન થ, ઈચ્છિત વસ્તુ ભેગવવાની ઇચ્છા પુરી થતા સુધી તેને નાશ ન થવો ) આ રીતે સર્વે દર્શનવાળા પોતાના અભિપ્રાયવાળાં અનુષ્ઠાનમાં મુક્તિ બતાવે છે, પરંતુ તે બધાઓ આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે તો જ્યાં સુધી આરંભ અને પરિગ્રહમાં આસક્ત ભાવ છે ત્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, પરંતુ જન્મ, જરા, મરણ રૂપ સંસારચક્રમાં પરિભ્રમણ કરવું પડે છે, સ્વપરના ભેદ વિજ્ઞાન સાથે પાંચે ઈન્દ્રિયેના વિષયના ત્યાગથી તથા આરંભ પરિગ્રહના ત્યાગ અને જ્ઞાન, દર્શને ચારિત્રના સંપૂર્ણ આરાધનથી મોક્ષપ્રાપ્તિ હોવાનું જ્ઞાની ભગવંતોએ બતાવેલ છે. એ જ સત્ય છે.
सिद्धा य ते अरोगा य, इहमेगेसि माहियं सिद्धिमेव पुरोकाउं, सासए गढिया नरा ॥ १५ ॥
શબ્દાર્થ : (૧) સિદ્ધપુરુષો (૨) નિરોગ હોય છે (૩) આ લોકમાં (કાઈ (૫) એમ કહે છે (૬) સિદ્ધિને (૭) સામે રાખી (૮) પિતાના દર્શનમાં (૯) મનુષ્ય (૧૦) બદ્ધ રહે છે
| ભાવાર્થ – અન્ય દશનીઓ કહે છે કે અમારા દર્શનનાં અનુષ્ઠાનેથી જેઓ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેઓ નિરોગી હોય છે. અન્યદર્શનીએ સિદ્ધિને સામે રાખી પિતાના દર્શનમાં બદ્ધ-આસક્ત રહે છે.