________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ૦ ૩
૧૨૯
एवं तुब्भे सरागत्था अन्नमन्नमणुव्वसा ।
नट्ठसप्पहसब्भावा, संसारस्स अपारगा ॥ १० ॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) તમે લેકે (૩) રાગ સહિત છે (૪) પરસ્પર એકબીજાને (૫) વશ રહો છો (૬) સત્પથ તથા (૭) સદ્ભાવથી (૮) હીન છે (૯) સંસારના પારને (૧૦) પામનારા નથી. * ભાવાર્થ – અન્ય તીથી, સમ્યગ દષ્ટિ સાધુઓ પર આક્ષેપ કરતા કહે છે કે તમે લોકે પર્વોક્ત પ્રકારથી રાગ સહિત એક બીજાના વશમાં રહે છે. તેથી તમે સત્ય માર્ગ તથા સદ ભાવથી રહિત હાઈ સંસારના પારને પામી શકશે નહિ.
अह ते परिभासेजा, भिक्खु मोक्खविसारए । एवं तुम्भे पभासंता, दपक्खं चेव सेवह ॥ ११ ॥
શબ્દાર્થ : (૧ પશ્ચાત (૨) ક્ષવિશારદ (૩) સાધુ (૪) અન્યતીથીને (૫) કહે છે (૬) એ પ્રકારે (૭) તમે (૮) કહે છે તે (૯) બે પક્ષનું (૧૦) સેવન કરે છે.
ભાવાર્થ – અન્ય તીથી એ પૂર્વોક્ત પ્રકારે આક્ષેપ કરવાથી મોક્ષની પ્રરૂપણ કરવામાં વિદ્વાન મુનિ અન્યતીથીઓને કહે છે કે જો તમે પૂર્વોકત આક્ષેપયુકત વચન કહો છો. તો તમે અસત્ય પક્ષનું સેવન કરો છો. રાગ અને દ્વેષરૂપ બે પક્ષોનું સેવન કરે છે. આપને પક્ષ દેષ સહિત છે, આપના પક્ષમાં રાગને કારણે અમારા સિદ્ધાંત દેષ રહિત હોવા છતાં આપ દૂષિત બતાવે છે. જેથી અમારા પક્ષ પર આપને દ્વેષ છે વળી તમે લોકે બીજ તથા સચેત પાણી તથા ઉદિષ્ટ આહારનું સેવન કરે છે. તેથી આ૫ ગૃહસ્થ સમાન છે. ને