Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના અનંત અનંત કાળથી સંસાર સાગરમાં રખડતા જીવને ભગવાને કહેલી દુર્લભતાઓ (મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, દીર્ઘ આયુ, પૂર્ણ ઇન્દ્રિયો, નીરોગી શરીર, સાચા ગુરા, સાચા શાસ્ત્ર, સાચી શ્રદ્ધા અર્થાત્ સમ્યગ્દર્શન અને મુનિપણું)માંથી શરૂઆતની આઠ દુર્લભતા આપણને અનંતીવાર મળી છે છતાં આપણા જીવની અર્થાત્ આપણી દિશા બદલાણી નહિ. ઘાંચીના બળદની જેમ ચાર ગતિમાં પરિભ્રમણ કરતા રહ્યા પરંતુ પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાર્ગ માટે પ્રગતિ ન થઇ તેનું કારણ જ્ઞાનીઓ એવું બતાવે છે કે આઠ દુર્લભતા મળ્યાં પછી જો જીવ નવમી દુર્લભતા ન પામે એટલે કે આત્મ અનુભવ (સ્પર્શના) ન કરે અર્થાત્ સમ્યગ્દર્શન ન પામે તો સંસારનો ફેરો ટળતો નથી, અર્થાત્ મોક્ષમાર્ગ મળતો નથી. તો અત્રે પ્રસ્તુત છે “સુખી થવાની ચાવી આત્મા પ્રાપ્ત કરવાનો એક અતિ વેધક, સચોટ અને સીધો ઇલાજ. લેખક શ્રી જયેશભાઇ શેઠ, વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે તેમણે તેમના વર્ષોનાં વાંચન, ચિંતન, મનન, અભ્યાસ, અનુભવને આચરણમાં મૂક્યા પશ્ચાત આ માનવસમાજનાં કલ્યાણાર્થે, પ્રસ્તાવના + III

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 59