Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 12
________________ માટે જ પોતાના ઉદય ઉપર દ્રષ્ટિ ન કરતાં અર્થાત્ તેમાં ઈષ્ટઅનિષ્ટ બુધ્ધિ ન કરતાં માત્ર ને માત્ર આત્માર્થે જ પુરુષાર્થ કરવા યોગ્ય છે. અત્રે જણાવેલ શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ તે ખરેખર સુખા નથી, પરંતુ તે માત્ર સુખાભાસરૂપ જ છે અર્થાત્ તે સુખ દુઃખપૂર્વક જ હોય છે અર્થાત્ તે સુખ ઈન્દ્રિયોની આકુળતારૂપ દુઃખને/વેગને શાંત કરવા જ સેવવામાં આવે છે છતાં તે અગ્નિમાં ઈંધણરૂપ ભાગ ભજવે છે અર્થાત્ તે ફરી-ફરી તેની ઈચ્છારૂપ દુઃખ જગાડવાનું જ કામ કરે છે અને તે ભોગ ભોગવતાં જ નવા પાપ બંધાય છે તે નવા દુઃખોનું કારણ બને છે અર્થાત્ તેવાં સુખ દુઃખપૂર્વક અને દુઃખરૂપ ફળ સહિત જ હોય છે. બીજું, તે ક્ષણિક છે કારણ કે તે સુખ અમુક કાળ પછી નિયમથી જવાવાળું છે અર્થાત્ જીવને આવું સુખ માત્ર ત્રસ પર્યાયમાં જ મળવા યોગ્ય છે કે જે બહુ ઓછા કાળ માટે હોય છે, પછી તે જીવ નિયમથી એકેંદ્રિયમાં જાય છે કે જયાં અનંતકાળ સુધી અનંતદુઃખો ભોગવવા પડે છે, અને એકેંદ્રિયમાંથી બહાર નીકળવું પણ ભગવાને ચિંતામણિરત્નની. પ્રાપ્તિ તુલ્ય દુર્લભ જણાવેલ છે. તેથી જ ભગવાને આ મનુષ્યજન્મ, પૂર્ણ ઈન્દ્રિયોની પ્રાપ્તિ, આર્યદેશ, ઉચ્ચકુળ, ધર્મની પ્રાપ્તિ, ધર્મની દેશના, ધર્મની શ્રદ્ધા, ધર્મરૂપ પરિણમન વગેરેને એક એકથી અધિક અધિક દુર્લભ જણાવેલ છે. માટે આ અમૂલ્યદુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એક પણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્રને માત્ર, ત્વરાએ શાશ્વત સુખ એવા સુખી થવાની ચાવી - ૫

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59