Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 45
________________ ' લોકસ્વર૫ ભાવના- પ્રથમ લોકનું સ્વરુપ જાણવું, પછી ચિંતવવું કે હું અનાદિથી આ લોકમાં સર્વે પ્રદેશ અનંતીવાર જનમ્યો અને મરણ પામ્યો; અનંતા દુઃખો ભોગવ્યાં, હવે ક્યાં સુધી આ ચાલુ રાખવું છે? અર્થાત્ તેના અંત માટે સમ્યગ્દર્શન આવશ્યક છે, તો તેની પ્રાપ્તિનો ઉપાય કરવો. બીજું, લોકમાં રહેલ અનંતા સિદ્ધ ભગવંતો. અને સંખ્યાતા અરિહંત ભગવંતો અને સાધુ ભગવંતોને વંદણા કરવી, અને અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓ તથા સમ્યદ્રષ્ટિ જીવોની અનુમોદના કરવી, પ્રમોદ કરવો. I બોધિ દુર્લભ ભાવના- બોધિ એટલે સમ્યગ્દર્શન, અનાદિથી આપણી રખડપટ્ટીનું જો કોઈ કારણ હોય તો તે છે સમ્યગ્દર્શનનો અભાવ; તેથી સમજાય છે કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે, કોઈક આચાર્ય ભગવંતે તો કહ્યું છે કે- વર્તમાન કાળમાં સમ્યદ્રષ્ટિ, આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ હોય છે. I ધર્મસ્વરુપ ભાવના- વર્તમાન કાળમાં ધર્મસ્વરુપમાં ઘણી વિકૃતિઓ પ્રવેશી ચૂકેલ હોવાથી, સત્યધર્મની શોધ અને તેનું જ ચિંતન કરવું; સર્વ પુરુષાર્થ તેને પામવામાં લગાવવો. ૩૮ જ સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59