Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 52
________________ શકાય છે. તેથી માતા-પિતાની સેવા કરવી. માતાપિતાનો સ્વભાવ અનુકૂળ ન હોય તો પણ તેઓની સેવા પૂરેપૂરી કરવી અને તેઓને ધર્મ પમાડવાં, તેના માટે પ્રથમ પોતે ધર્મ પામવો આવશ્યક છે. ધર્મ ન લજવાય તેને માટે સર્વ જનોએ પોતાનાં કુટુંબમાં, વ્યવસાયમાં-દુકાન, ઓફિસ વગેરેમાં તથા સમાજ સાથેનો પોતાનો વ્યવહાર સારો જ હોય તેનું ધ્યાન રાખવું જરુરી છે. અપેક્ષા, આગ્રહ, આસક્તિ, અહંકાર કાઢી નાખવાં અત્યંત આવશ્યક છે. સ્વદોષ જોવો, પર દોષ નહિ, પર ગુણ જોવો અને તે ગ્રહણ કરવો અત્યંત આવશ્યક છે. અનાદિની ઈન્દ્રિયોની ગુલામી છોડવા જેવી છે. જ ઈન્દ્રિયોનાં વિષયોમાં જેટલી આસક્તિ વધારે, જટલો જે ઇન્દ્રિયોનો દુરઉપયોગ વધારે; તેટલી તે ઇન્દ્રિયો ભવિષ્યમાં અનંતકાળ સુધી મળવાની સંભાવના ઓછી. મારા જ ક્રોધ, માન, માયા, લોભ મારા કટ્ટર શત્રુ છે, બાકી વિશ્વમાં મારો કોઇ શત્રુ જ નથી. એક એક કષાય અનંત પરાવર્તન કરાવવા શક્તિમાન છે અને મારામાં તે કષાયોનો વાસ છે, તો મારું શું થશે? માટે નિત્ય ચિંતન કણિકાઓ ૪૫

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59