Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 53
________________ ત્વરાએ સર્વ કષાયોનો નાશ ઈચ્છવો અને તેનો જ પુરુષાર્થ આદરવો. અહંકાર અને મમકાર અનંત સંસારનું કારણ થવા સક્ષમ છે, તેથી તેનાથી બચવાના ઉપાય કરવાં. નિંદા માત્ર પોતાની કરવી અર્થાત્ પોતાના દુર્ગુણોની જ કરવી, બીજાના દુર્ગુણો જોઈને સૌ પ્રથમ પોતે પોતાનાં ભાવ તપાસવા અને જો તે દુર્ગુણો પોતામાં હોય તો કાઢી નાંખવાં અને તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા કરુણાભાવ રાખવો કારણ કે બીજાની નિંદાથી તો આપણને ઘણો કર્મબંધ થાય છે અર્થાત્ કોઈ બીજાના ઘરનો કચરો પોતાના ઘરમાં ઠાલવતાં નથી જ, તેમ બીજાની નિંદા કરવાથી તેમના કર્મો સાફ થાય છે જયારે મારા કર્મોનો બંધા થાય છે. ઈર્ષા કરવી હોય તો માત્ર ભગવાનની જ કરવી અર્થાત્ ભગવાન બનવા માટે ભગવાનની ઈર્ષા કરવી, અન્યથા નહિ; એ સિવાય કોઈની પણ ઈર્ષા કરવાથી અનંત દુઃખ દેવાવાળા અનંત કર્મોનો બંધ થાય છે અને જીવ વર્તમાનમાં પણ દુઃખી થાય છે. જાગૃતિ - હર સમયે રાખવી અથવા કલાકે-કલાકે પોતાના મનનાં પરિણામની ચકાસણી કરતાં રહેવી, તેનું વલણ કઈ ૪૬ સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59