Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 51
________________ ♦ સંતોષ, સરળતા, સાદગી, સમતા, સહિષ્ણુતા, સહનશીલતા, નમ્રતા, લઘુતા, વિવેક જીવનમાં કેળવવાં અત્યંત આવશ્યક છે. • તપસ્યામાં નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય અતિ શ્રેષ્ઠ છે. સંસારી જીવો નિમિત્તવાસી હોય છે. કાર્યરુપ તો નિયમથી ઉપાદાન જ પરિણમે છે, પરંતુ તે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી અવિનાભાવે હોય જ છે; અર્થાત્ વિવેકે કરી મુમુક્ષુજીવ સમજે છે કે કાર્ય ભલે માત્ર ઉપાદાનમાં થાય, પરંતુ તેથી કરીને તેઓને સ્વચ્છંદે કોઈપણ નિમિત્ત સેવનનો પરવાનો નથી મળી જતો અને તેથી જ તેઓ નબળા નિમિત્તોથી ભીરુભાવે દૂર જ રહે છે. સાધક આત્માએ ટી.વી., સિનેમા, નાટક, મોબાઈલ, ઈન્ટરનેટ વગેરે જેવાં નબળા નિમિત્તોથી દૂર જ રહેવું આવશ્યક છે, કારણ કે ગમે તેટલાં સારાં ભાવોને ફરી જતાં વાર નથી લાગતી. બીજું આ બધાં જ નબળા નિમિત્તો અનંત સંસાર અર્થાત્ અનંત દુઃખની પ્રાપ્તિના કારણ બનવાં સક્ષમ છે. માતા-પિતાના ઉપકારોનો બદલો બીજી કોઈ રીતે વાળી શકાતો નથી, એક માત્ર તેઓને ધર્મ પમાડીને જ વાળી ૪૪૨ સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59