Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 47
________________ • જીવને ચાર સંજ્ઞા/સંસ્કાર-આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અનાદિથી છે, તેથી તેના વિચારો સહજ હોય છે. તેવાં વિચારોથી જેને છૂટકારો જોઈતો હોય તેઓએ પોતાનો તેના તરફનો ગમો તપાસવો અર્થાત્ જ્યાં સુધી આ સંજ્ઞાઓ ગમે છે અર્થાત્ તેમાં સુખ ભાસે છે, જેમકે- કૂતરાને હાડકું ચૂસવા આપતાં તેને તે તાળવામાં ઘસાતાં લોહી નીકળે છે, કે જેને તે એમ સમજે છે કે લોહી હાડકામાંથી નીકળે છે અને તેથી તેને તેનો આનંદ થાય છે કે જે માત્ર તેનો ભ્રમ જ છે. આ રીતે જ્યાં સુધી આ આહાર, મૈથુન, પરિગ્રહ અને ભય અર્થાત્ બળવાનનો ડર અને નબળાને ડરાવવા/ દબાવવા ગમે છે ત્યાં સુધી તે જીવને તેના વિચારો સહજ હોય છે અને તેથી તેના સંસારનો અંત થતો નથી. તેથી મોક્ષેચ્છુએ આ અનાદિના ઉલટા સંસ્કારોને મૂળથી કાઢવાનો પુરુષાર્થ આદરવાનો છે કે જેના માટે સર્વપ્રથમ આ સંજ્ઞાઓ પ્રત્યેનો આદર નીકળવો આવશ્યક છે, તેથી સર્વ પુરુષાર્થ તેઓ પ્રત્યે વૈરાગ્ય થાય તેના માટે જ લગાવવો આવશ્યક છે કે જેના માટે સાંચન અને સાચી સમજણ આવશ્યક છે. તમને શું ગમે છે? આ છે આત્મપ્રાપ્તિનું બેરોમીટર. આ પ્રશ્નનો ઉત્તર ચિંતવવો. જયાં સુધી ઉત્તરમાં કોઈ પણ ૪૦ * સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59