Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 16
________________ ઉસો ૧૦માં કહેલ છે, “હે ભગવાન! આત્મા કેટલા પ્રકારના કહ્યાં છે? હે ગૌતમ! આઠ પ્રકારના. તે દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા છે. હે ભગવાન! જેને દ્રવ્યાત્મા હોય તેને શું કષાયાત્મા હોય અને કષાયાત્મા હોય તેને દ્રવ્યાત્મા હોય? હે ગીતમાં જેને દ્રવ્યાત્મા હોય તેને કષાયાત્મા કઘચિત હોય કદાચિત ન હોય પણ જેને કષાયાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય. હે ભગવાન! જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા. હોય? એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા અને કષાયાભાનો સંબંધ કહ્યો તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માનો સંબંધ કહેવો. (અર્થાત્ જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા કાચિત હોય કઘચિત ન હોય પણ જેને યોગાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય). આમ શ્રી ભગવતીજી (ભગવઈ/વિવાહપન્નત્તિ) સૂત્રમાં ૧૨માં શતકમાં ઉસો ૧૦માં જણાવ્યા અનુસાર દ્રવ્યાત્મા દરેક જીવમાં હોય છે. અર્થાત્ તે મિથ્યાત્વી હોય કે સમ્યગ્દર્શની હોય, છર્ભસ્થ હોય કે કેવળી હોય, સંસારી (સશરીરી) હોય કે સિદ્ધ (અશરીરી) હોયદરેક જીવને દ્રવ્યાત્મા હોય છે. આથી સમજાય છે કે તે દ્રવ્યાત્મા તે જ અમે ઉપર જણાવેલ શુદ્ધાત્મા (અશુદ્ધ જીવત્વભાવ અર્થાત્ અશુદ્ધરૂપે પરિણમેલ આત્મામાંથી અશુદ્ધિને ગૌણ કરતાં જ, જે જીવત્વરૂપ ભાવ શેષ રહે છે તે) છે અને તે જ શુદ્ધાત્માની વાત અમે આ પુસ્તકમાં કરેલ સમજવી. હવે આપણે તે જ વાતા દ્રષ્ટાંતથી જોઇશું. જેમ ડહોળાં પાણીમાં શુદ્ધ પાણી છુપાયેલ છે એવા નિશ્ચયથી સુખી થવાની ચાવી ૯

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59