Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 38
________________ ક કંદમૂળ વિશે આપણે પૂર્વે જોયું કે કંદમૂળ ભક્ષણથી અનંત પાપ લાગે છે, તો કોઈને પ્રશ્ન થાય કે એવું કેમ છે? તેનું કારણ (LOGIC) શું છે? ઉત્તર- આપણે પૂર્વે જોયું તેમ જ આપણે બીજાને આપીએ તે જ આપણને પ્રાપ્ત થાય છે. તેથી આપણે આપણા જીવનગુજરાનમાં, જ બીજા જીવોને દુઃખ આપીએ છીએ તે જ આપણને પાછું (RECIPROCATE) મળશે. જેમ કે જયારે આપણે પ્રત્યેક વનસ્પતિનો ભોજનમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે તેમાં સંખ્યાત જીવો હોવાથી જેટલું પાપ લાગે છે તેનાં કરતાં કંદમૂળ અર્થાત્ અનંતકાય વનસ્પતિનો ભોજનમાં ઉપયોગ કરવાથી, તેમાં અનંતા જીવો હોવાથી, અનંતગણું પાપ લાગે છે અને તેથી તેનાથી અનંતા દુઃખો આવે છે. આથી જ કહ્યું છે કે પૂર્ણ જીવનમાં પ્રત્યેક વનસ્પતિકાયનો ભોજનમાં ઉપયોગ કરવાથી જે પાપ લાગે છે તેનાથી અનંતગણું પાપ કંદમૂળ અર્થાત્ અનંતકાય વનસ્પતિનો એક ટુકડો ખાવાથી લાગે છે. કારણ કે તે કંદમૂળ અર્થાત્ અનંતકાયના એક ટુકડામાં અસંખ્યાત પ્રતર (LAYER) હોય છે, તેવાં એક પ્રતરમાં અસંખ્યાત શ્રેણી (LINE) હોય છે, તેવી એક શ્રેણીમાં અસંખ્યાત કંદમૂળ વિશે ૩૧

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59