Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 40
________________ રાત્રિભોજન વિશે રાત્રિભોજનનો ત્યાગ મોક્ષમાર્ગના પથિક માટે તો આવશ્યક છે જ પરંતુ તેના આધુનિક વિજ્ઞાન પ્રમાણે પણ અનેક ફાયદાઓ છે. જેમ કે રાત્રે નવ વાગ્યે શરીરની ઘડિયાળ (BODY CLOCK) પ્રમાણે પેટમાં રહેલ વિષારી તત્ત્વોની સફાઈનો (DETOXIFICATION) સમય હોય છે, ત્યારે પેટ જો ભરેલું હોય તો શરીર તે કાર્ય કરતું નથી (SKIP કરે છે) અર્થાત્ પેટમાં કચરો વધે છે પરંતુ જેઓ રાત્રિભોજન કરતાં નથી તેઓનું પાચન નવ વાગ્યા સુધીમાં થઈ ગયું હોવાથી તેમનું શરીર વિષારી તત્ત્વોની સફાઈનું કાર્ય સારી રીતે કરી શકે છે. બીજું, રાત્રે જમ્યા પછી બે થી ત્રણ કલાક સુધી સૂવાનું વર્જય છે અને તેથી જેઓ રાત્રે મોડેથી જમે છે તેઓ રાત્રે મોડાં સૂવે છે. પરંતુ રાત્રે અગિયારથી એક વાગ્યા દરમિયાન ઘેરી ઊંઘ (DEEP SLEEP) લીવરની સફાઈ અને તેની નુકસાન ભરપાઈ (CELL REGROWTH) માટે અત્યંત આવશ્યક છે કે જે રાત્રિભોજન કરવાવાળા માટે શક્ય નથી, તેથી તે પણ રાત્રિભોજનનું મોટું નુકસાન છે. આરોગ્યની દ્રષ્ટિએ આ સિવાય પણ રાત્રિભોજન ત્યાગના બીજા અનેક ફાયદાઓ છે. આયુર્વેદ, યોગશાસ્ત્ર અને જૈનેત્તર દર્શન અનુસાર પણ રાત્રિભોજન વિશે * ૩૩

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59