Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 21
________________ આત્માને અનાદિના સંસ્કાર છે; છતાં તે પ્રયત્નપૂર્વક મનને અશુભમાં જતું અટકાવી શકે છે. તે અશુભમાં જતું અટકાવવાની આવી રીતો છે, જેમ કે - આત્મલક્ષે શાસ્ત્રોનો અભ્યાસ, આત્મસ્વરૂપનું ચિંતન, છ દ્રવ્યોના સમૂહરૂપ લોકનું ચિંતન, નવ તત્ત્વોનું ચિંતન, ભગવાનની આજ્ઞાનું ચિંતન, કર્મ-વિપાકનું ચિંતન, કર્મની વિચિત્રતાનું ચિંતન, લોકના સ્વરૂપનું ચિંતન વગેરે તે કરી શકે છે. આવું મિથ્યાત્વી જીવોનું ધ્યાન પણ શુભરૂપ ધર્મધ્યાન કહેવાય છે, નહિ કે શુદ્ધરૂપ ધર્મધ્યાન; તેથી તેને અપૂર્વ નિર્જરાનું કારણ માન્યું નથી કારણ કે અપૂર્વ નિર્જરા માટે તે ધ્યાન સમ્યગ્દર્શન સહિત હોવું આવશ્યક છે અર્થાત્ શુદ્ધરૂપ ધર્મધ્યાન હોવું આવશ્યક છે. સમ્યદ્રષ્ટિને આ ઉપરાંત શુદ્ધાત્માનું ધ્યાન મુખ્ય હોય છે કે જેથી કરી તે ગુણશ્રેણી નિર્જરા દ્વારા ગુણસ્થાનક આરોહણ કરતાં કરતાં આગળ શુક્લધ્યાનરૂપ અગ્નિથી સર્વ ઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે અને કાળે કરી સિદ્ધત્વને પામે છે. અન્યમતિના ધ્યાન, જેવાં કે કોઈ એક બિંદુ ઉપર એકાગ્રતા કરાવે, તો કોઈ સ્વાસોશ્લાસ ઉપર એકાગ્રતા કરાવે અથવા તો અન્ય કોઈ રીતે, પણ જેનાથી દેહાધ્યાસ જ દ્રઢ થતો હોય એવાં કોઈપણ ધ્યાન ખરેખર તો આર્તધ્યાનરૂપ જ છે. આવા ધ્યાનથી મનને થોડીક શાંતિ મળતી હોવાથી લોકો છેતરાય જાય છે અને તેને જ સાચું ધ્યાન માનવા લાગે છે. બીજું સ્વાસોશ્તાસ જોવાથી અને તેનો સારો અભ્યાસ હોય, તેને કષાયનો ઉદ્ભવ થાય તેની જાણ થવા છતાં, પોતે કોણ છે એનું સ્વાત્માનુભૂતિ પૂર્વકનું જ્ઞાન નહિ ૧૪ સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59