Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 34
________________ સમાધિ મરણ ચિંતન | સૌ પ્રથમ એ સમજવું જરુરી છે કે મરણ એટલે શું અને ખરેખર મરણ કોનું થાય છે? ઉત્તર- આત્મા તો અમર હોવાથી ક્યારેય મરણ પામતો જ નથી, પરંતુ ખરેખર આત્માનો પુદ્ગલરૂપ શરીર સાથેનો એકક્ષેત્રવગાહ સંબંધનો અંત આવે છે, તેને જ મરણ કહેવાય છે. તેથી મરણ એટલે આત્માનું એક શરીર છોડી બીજા શરીરમાં જવું. સંસારમાં કોઈ એક ઘર છોડી, બીજા સારા ઘરમાં રહેવાં જાય છે ત્યારે અથવા કોઈ જૂના કપડાં બદલાવી નવાં કપડાં પહેરે છે ત્યારે શોક કરતાં જણાતાં નથી. ટ્રેઇનમાં સર્વે પોતપોતાનું સ્ટેશન આવતાં ઉતરી જાય છે, પરંતુ કોઈ તેનો શોક કરતાં જણાતાં નથી. તો મરણપ્રસંગે શોક કેમ થાય છે? તેનું સૌથી મોટું કારણ છે મોહ અર્થાત્ તેઓને મારા કરી માન્યાં હતાં, તેથી શોક થાય છે. સૌ કોઈ જાણે છે કે- સર્વેને એક દિવસ આ દુનિયામાંથી જવાનું છે, છતાં પોતા વિશે ક્યારેય કોઈ વિચાર કરતાં નથી અને તેની માટેની અર્થાત્ સમાધિ મરણની તૈયારી પણ કરતાં નથી; તેથી સર્વેએ પોતાના સમાધિ મરણ વિશે વિચારી તેના માટેની તૈયારી કરવા યોગ્ય છે. સમાધિમરણ ચિંતન ૨૭

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59