Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 13
________________ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે જ લગાવવા યોગ્ય છે. હવે અમે શાશ્ર્વત સુખ એવા આત્મિક સુખની પ્રાપ્તિનો માર્ગ જણાવીએ છીએ. સર્વપ્રથમ માત્ર આત્મલક્ષે, ઉપર જણાવેલ સુખની ચાવીરૂપ શુભભાવનું સમ્યગ્દર્શન માટેની આત્માની યોગ્યતા અર્થે સેવન કરવું આવશ્યક છે કારણ કે સમ્યગ્દર્શન એ મોક્ષમાર્ગનો દરવાજો છે, અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ જ થતો નથી અને મોક્ષમાર્ગમાં પ્રવેશ વગર આવ્યાબાધ સુખનો માર્ગ સાધ્ય થતો જ નથી. અર્થાત્ મોક્ષમાર્ગમાં પ્રવેશ અને પછીના પુરુષાર્થથી જ સિદ્ધત્વ રૂપે માર્ગ ફળ મળે છે અન્યથા નહિ. સમ્યગ્દર્શન વગર ભવકટી (ભવનો અંત) પણ થતી (થતો) નથી. સમ્યગ્દર્શન થયા પછી જીવ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધારે સંસારમાં રહેતો નથી, તે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં જરૂર સિદ્ધત્વને પામે જ છે કે જે સત્-ચિત્-આનંદસ્વરૂપ શાશ્વત છે. આથી સમજાય છે કે આ માનવભવમાં જો કાંઈપણ કરવા જેવું હોય તો તે છે એક માત્ર નિશ્ચય સમ્યગ્દર્શન, તે જ પ્રથમમાં પ્રથમ પ્રાપ્ત કરવા જેવું છે. જેથી કરીને પોતાને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળે અને પુરુષાર્થ ફોરવતા આગળ સિદ્ધપદની પ્રાપ્તિ થાય. અત્રે એ સમજવું આવશ્યક છે કે જે સાચા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે કહેવાતી શ્રદ્ધારૂપ અથવા તો નવતત્ત્વની કહેવાતી શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન છે તે તો માત્ર વ્યવહારિક (ઉપચારરૂપ) સમ્યગ્દર્શન પણ હોઇ શકે છે કે જે મોક્ષમાર્ગના પ્રવેશ માટે કાર્યકારી ગણાતું નથી. પરંતુ સ્વાનુભૂતિ (સ્વાત્માનુભૂતિ) સહિતનું સમ્યગ્દર્શન અર્થાત્ ભેદજ્ઞાન સહિતનું સમ્યગ્દર્શન જ નિશ્ચય સમ્યગ્દર્શન ૬ * સુખી થવાની ચાવી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59