Book Title: Sukhi Thavani Chavi
Author(s): Jayesh Mohanlal Sheth
Publisher: Jayesh Mohanlal Sheth

View full book text
Previous | Next

Page 8
________________ | શ્રી મહાવીરાય નમઃ || - સુખી થવાની ચાવી : સર્વ પ્રથમ પંચ પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરીને અમે સુખી થવાની ચાવી વિષે લખવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે સર્વે જીવો સુખના જ અર્થી હોય છે, દુઃખથી તો સર્વે જીવો દૂર જ રહેવાનો પ્રયત્ન કરે છે. તે સુખ બે પ્રકારના છે. એક શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ, કે જે ક્ષણિક (TEMPORARY) છે અને બીજું આત્મિક સુખ, કે જે શાશ્વતું (PERMANENT) છે. પ્રથમ અમે શારીરિક-ઈન્દ્રિયજન્ય સુખ વિષે જણાવીશું કારણ કે તેનાથી સર્વે જીવો ચિર-પરિચિત છે. તેવાં સંસારી જીવોને સુખ એટલે ઉત્તમ સ્વાથ્ય (HEALTH), અઢળક પૈસો (WEALTH) તથા અનુકૂળ પત્ની, પુત્ર વગેરે પરિવાર (GOOD FAMILY). આ સર્વે સુખનો સ્ત્રોત (SOURCE) શું છે? તો આપ કહેશો કે સનસીબ (GOOD LUCK). તો પ્રશ્ન થશે કે તે સદ્નસીબી મળે કઈ રીતે? બને કઈ રીતે? તો તેનો ઉત્તર છે પુણ્યથી. કારણ કે જે આપણું પૂર્વ પુણ્ય છે તેને જ સહ્નસીબા કહેવાય છે. જયારે પૂર્વ પાપોને બહ્નસીબ (BAD LUCK) કહેવાય છે. તેથી કરીને જેઓએ પોતાનું નસીબ સાર બનાવવું છે તેઓને પુણ્યની અત્યંત આવશ્યક્તા છે અને સાથે પાપથી બચવાની પણ અત્યંત આવશ્યક્તા છે કારણ કે પાપ તથા પુણ્ય સામસામે સરભર થતાં નથી, બંને અલગ-અલગ ભોગવવાં પડે છે. પાપનું ફળ દુઃખરૂપ હોય છે, કે જે કોઈ પણ જીવ ઇચ્છતાં નથી. સુખી થવાની ચાવી ૧

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59